ખ્યાતિ હૉસ્પિટલ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણ

ખ્યાતિ હૉસ્પિટલ મામલે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, ખ્યાતિ હૉસ્પિટલના CEOનું નિવેદન પણ સામે આવ્યું

11/13/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખ્યાતિ હૉસ્પિટલ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને  આરોગ્ય મંત્રીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણ

Khyati Hospital Row:  ખ્યાતિ હૉસ્પિટલની બેદરકારીના કારણે ૨ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બહુચર્ચિત કેસમાં હવે ગુજરાત સરકાર દોડતી થઇ ગઈ છે. ખ્યાતિ હૉસ્પિટલને લઈને આજે બેઠક થઇ રહી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, ખ્યાતિ હૉસ્પિટલના સમગ્ર પ્રકરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અવગત કરાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI અને DySP પણ ઉપસ્થિત રહ્યા હતા. ખ્યાતિ હૉસ્પિટલ સામે પોલીસ કરેલી કામગીરી અંગે રિપોર્ટ રજૂ કરાવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર પોતે ફરિયાદી બનીને આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવશે.

આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રી સાથેની બેઠકમાં હૉસ્પિટલની પ્રથમ દૃષ્ટિએ ગંભીર બેદરકારીની વાત સ્વીકારવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે હૉસ્પિટલ અને ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની બેઠકમાં કાયદા વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ અને હૉસ્પિટલ સામે પગલા લેવા અંગે તેમજ આગામી SoP બાબતે ચર્ચા થઈ હતી.


ખ્યાતિ હૉસ્પિટલના CEOનું નિવેદન સામે આવ્યું

ખ્યાતિ હૉસ્પિટલના CEOનું નિવેદન સામે આવ્યું

ખ્યાતિ હૉસ્પિટલના CEO ચિરાગ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા હજુ કોઈ પગલાં લેવાયા નથી. હૉસ્પિટલમાં OPD કાર્યરત છે અને એક દર્દી એડમિટ છે. દર્દી આવે તો તેમની તપાસ કરવામાં આવશે. જે પણ તપાસ થઈ રહી છે તેમાં તમામ ડૉક્યૂમેન્ટ પૂરા પાડવામાં આવ્યા છે. હૉસ્પિટલ દ્વારા કોઈ પણ ગેરરીતિ કરાઈ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top