06 ઓગસ્ટ 2022 રાશિભવિષ્ય : જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

06 ઓગસ્ટ 2022 રાશિભવિષ્ય : જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

08/06/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

06 ઓગસ્ટ 2022 રાશિભવિષ્ય : જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

વિક્રમ સંવત 2078 પંચાંગ અનુસાર, 06 ઓગસ્ટ 2022ના શનિવારનાં દિવસે અષાઢ માસના શુક્લ પક્ષની નોમ છે.


મેષ રાશિ (, , )

જો તમે રાજનીતિ અથવા સામાજિક જીવન સાથે જોડાયેલા હોવ, તો આજનો દિવસ તમારા માટે શુભ છે. આયાત-નિકાસ, વિદેશકાર્ય, વ્યવસાય, વિદેશયાત્રા વગેરે માટે પણ બહેતર સમય છે. જો કે આજના દિવસે તમારે ભાગ્યને સહારે રહેવા કરતા કર્મના ભરોસે રહેવાનું પસંદ કરવું જોઈએ. જુગાર અથવા એ પ્રકારની પ્રવૃત્તિઓથી દૂર રહેવું. જીવનસાથી સાથેના સંબંધોમાં સાચવવું. ભાઈ-બહેનો તરફથી પૂરતો સહયોગ મળી રહેશે.

વૃષભ રાશિ (, , )

તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. આપ્તજનોની વાત પ્રત્યે સંવેદનશીલ વલણ દાખવવું. નોકરી મળવાની સંભાવના છે. દામ્પત્યજીવન મધુર રહેશે. જીવનસાથી તરફથી ભરપૂર પ્રેમ અને પૂરો સહયોગ મળી રહેશે. તેમ છતાં સામાજિક સંબંધોમાં થોડું જતું કરવાનું વલણ રાખશો તો એકંદરે ફાયદામાં રહેશો.


મિથુન રાશિ (, , )

આજનો તમારો દિવસ સાનુકુળ રહેશે. આજે તમે તમારા ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા વિષે ગંભીરતાપૂર્વક વિચારી શકો છો. ઓફીસના કામકાજ માટે જુનિયર્સની મદદ લેતા અચકાશો નહિ. ફાલતું ખર્ચ ઓછો કરવા માટે પૂરો પ્રયત્ન કરશો તો આર્થિક મજબૂતીનો અનુભવ થશે.

કર્ક રાશિ ( ,)

આજના દિવસે પરિસ્થિતિ થોડી વિપરીત ચાલી શકે છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ કાળજી રાખવી પડશે. રોજિંદા કામોમાં થાક લાગવાની ફરિયાદ રહેશે. જો એ પ્રકારની પરિસ્થિતિથી બચવું હોય તો ખાવા-પીવાની બાબતમાં વિશેષ કાળજી રાખવી. તબિયત સાચવી લેશો તો લાંબી મુસાફરીનો યોગ પણ પેદા થઇ શકે છે. કાર્યક્ષેત્રે સફળતા મળવાના પણ ચાન્સ છે.

 


સિંહ રાશિ (, )

આજે તમારે તમારા સ્વતંત્ર અસ્તિત્વ અંગે થોડી બાંધછોડ કરવી પડશે. મનમાં અમુક બાબતોને લઈને ઉચાટ રહેશે. કોઈ વ્યક્તિ સાથે મહત્વપૂર્ણ સંવાદ થઇ શકે છે. તમારા ક્રોધને કાબૂમાં રાખવાની પૂરી કોશિષ કરજો. પરિવારમાં શાંતિ જળવાઈ રહે એ માટે તમારી ભાવનાઓ અને વિચારોને પ્રયત્નપૂર્વક કાબૂમાં રાખવા પડશે.

કન્યા રાશિ (, , )

આજનો દિવસ કેટલીક ઉતમ પળોની ભેટ આપશે. દામ્પત્ય જીવનમાં એકબીજા પરનો વિશ્વાસ મજબૂત થશે. આજે તમારી વાણી પર કાબૂ રાખશો તો એ વરદાનરૂપ સાબિત થશે. વ્યાપાર અને કાર્યક્ષેત્રે સિદ્ધિ-વૃદ્ધિ માટે પરિવારજનો સાથે બેસીને ચર્ચા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. કેટલાક સારા વિચારો પણ આવશે.


તુલા રાશિ (, )

આજે તુલા રાશિના જાતકોએ કેટલીક વિશિષ્ટ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો સાહસ અને સંગઠન પર ભરોસો રાખશો તો આ સમસ્યાઓ સાથે આસાનીથી કામ પાર પડી શકશો. નોકરીયાત લોકોને કામકાજના સ્થળે કેટલીક મુસીબતો વેઠવી પડે એમ બને. લાંબી મુસાફરી કરવાનો યોગ પણ પેદા થઇ શકે છે.

વૃશ્ચિક રાશિ (, )

સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું. જીવનને બહેતર બનાવવા માટે હજી વધારે મહેનત કરવી પડશે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા પૂરતો વિચાર કરવો. સંતાનો બાબતે કોઈ સમાચાર મળી શકે છે.કોઈક મોટા પ્રોજેક્ટ પર કામ કરવાનું થાય એમ બને. જો કે એવી તક મેળવવા માટે સામે ચાલીને બહુ મથવું નહિ.


ધન રાશિ (, , , )

આજનો દિવસ શાનદાર રહી શકે છે. શારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મામા નવી બાબત જાણવા અંગેની ઉત્સુકતા રહેશે. પરિવાર સાથે વધુ સમય પસાર કરવો. જો શક્ય હોય તો રસોઈ સાથે જોડાયેલ કોઈ કામ કરીને આનંદ માનવાની કોશિષ કરવી. આજે તમારી દિનચર્યામાં સકારાત્મક બદલાવ આવવાના ચાન્સ છે.

મકર રાશિ (, )

જો આત્મવિશ્વાસ ખોવાયો હોય, તો આજે પાછો આવવાની શક્યતા છે. પુરા સમર્પણ સાથે કામ કરવું પડશે. જો આ રીતે કરશો તો સકારાત્મકતાનો અનુભવ થશે. તમે એક કરતા વધુ પ્રોજેક્ટમાં ભાગ લો એમ બને. આર્થિક સ્થિતિમાં સુધારો નોંધાશે. આવકનો વધારાનો સ્રોત ઉભો થાય એમ બને.


કુંભ રાશિ (, , , )

બીજા લોકોને કારણે તમારા દામ્પત્યજીવનમાં મુસીબત ઉભી થઇ શકે છે. જો મન શાંત રાખશો તો એ બાબત તમારી તરફેણમાં જશે. સંવેદનશીલતામાં વધારો થશે. આર્થિક લાભ પણ થઇ શકે છે. જો તમારો સ્વભાવ ઈર્ષ્યાળુ હશે તો બહુ દુખી થવાનો વારો આવશે.

મીન રાશિ (, , , )

આજે તમારા સિતારા બુલંદી પર રહેશે. અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના છે. ઓફિસનું કામ ઘર સુધી આવી શકે છે, જે તમને આખો દિવસ વ્યસ્ત રાખશે. જો ભવિષ્યમાં કોઈ નવો વ્યવસાય કરવા માંગતા હોવ તો એનું આયોજન આજથી જ શરુ કરી દેવાનું ઉચિત ગણાશે.

 

 (ખાસ નોંધ : અહીં આપવામાં આવેલ રાશિફળને એક સામુહિક ફળાદેશ તરીકે ગણીને ચાલવું. વ્યક્તિગત સંજોગો અને પરિબળો મુજબ એમાં ફેરફારને અવકાશ હોઈ શકે છે.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top