આ નાની કંપનીએ પહેલા જ દિવસે રોકાણકારોને કર્યા માલામાલ, 300 રૂપિયા પર પહોંચ્યા શેર

આ નાની કંપનીએ પહેલા જ દિવસે રોકાણકારોને કર્યા માલામાલ, 300 રૂપિયા પર પહોંચ્યા શેર

11/30/2023 Business

SidhiKhabar

SidhiKhabar

આ નાની કંપનીએ પહેલા જ દિવસે રોકાણકારોને કર્યા માલામાલ, 300 રૂપિયા પર પહોંચ્યા શેર

એક નાની કંપનીએ પહેલા જ દિવસે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ કંપની રોકિંગડિલ્સ સર્ક્યૂલર છે. કંપનીની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રોકિંગડિલ્સ (Rokingdeals)ના શેર 114.29 ટકાના પ્રીમીયમ સાથે 300 રૂપિયાના બજાર પર લિસ્ટ થયા છે. IPOમાં કંપનીના શેર 140 રૂપિયા પર અલોટ થયા હતા. હવે લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને દરેક શેર પર 160 રૂપિયાનો સારો એવો ફાયદો થયો છે એટલે કે રોકાણકારોના પૈસા પહેલા જ દિવસે બેગણા થઈ ગયા છે.


લિસ્ટિંગ બાદ કંપનીના શેરોએ લગાવી દોડ:

લિસ્ટિંગના બરાબર બાદ Rokingdealsના શેરોમાં હજુ તેજી જોવા મળી છે. કંપનીના શેર 5 ટકાની તેજી સાથે 315 રૂપિયા પર પહોંચી ગયા છે એટલે કે ઇશ્યૂ પ્રાઇઝથી કંપનીના શેર 175 રૂપિયા વધી ગયા છે. Rokingdealsના IPOની પ્રાઇઝ બેન્ડ 136-140 રૂપિયા હતી. કંપનીનો IPO 22 નવેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખૂલ્યો હતો અને તે 24 નવેમ્બર 2023 સુધી ખુલ્લો રહ્યો. Rokingdealsના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), SME એક્સચેન્જ પર લિસ્ટ થયા છે.


213 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો IPO:

213 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો IPO:

Rokingdeals સર્ક્યૂલરનો IPO ટોટલ 213.64 ગણો સબ્સક્રાઇબ થયો છે. કંપનીના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 201.42 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. તો નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 458.60 ગણો દાવ લાગ્યો છે. જ્યારે ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 47.38 ગણો દાવ લાગ્યો છે. કંપનીના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકતા હતા. IPOના એક લોટમાં 1,000 શેર હતા એટલે કે રિટેલ ઇન્વેસ્ટર્સે 1,40,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top