IPL ઓક્શન માટે આટલા ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 16 દેશોમાંથી નામ આવ્યા, જાણો સંપૂર્ણ વિગતો
IPL 2025 Mega Auction: IPL મેગા ઓક્શનની તારીખ જાહેર થઈ ગઈ છે. મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહ શહેરમાં થશે. જેના માટે IPLની તમામ ફ્રેન્ચાઈઝી તૈયાર છે. આ વખતે ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થવાનો છે. કારણ કે ઘણી ટીમોએ ઓક્શન અગાઉ પોતાના મોટા ખેલાડીઓને રીલિઝ કરી દીધા છે. જેમાં ઘણી ટીમોના કેપ્ટન પણ સામેલ છે. બીજી તરફ આ વખતે ઓક્શનમાં 16 દેશોના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે મેગા ઓક્શનમાં ખેલાડીઓની ભરમાર જોવા મળી રહી છે. વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓએ ઓક્શન માટે પોતાના નામ આપ્યા છે.
આ IPL 2025 મેગા ઓક્શનમાં કુલ 1574 ખેલાડીઓ સામેલ થવાના છે. જેમાં 16 દેશોના 409 વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. આ 16 દેશોમાંથી 6 એસોસિએટ દેશ સામેલ છે. આ વખતે સૌથી વધુ નામ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. ઓક્શન માટે દક્ષિણ આફ્રિકાના 91 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે. એ સિવાય ઓસ્ટ્રેલિયાનું નામ બીજા સ્થાને આવે છે. આ વખતે ઓસ્ટ્રેલિયાથી 76 નામ સામે આવ્યા છે. તો ઈંગ્લેન્ડથી 52 ખેલાડીઓના નામ સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડના 39, વેસ્ટ ઈન્ડીઝના 33 અને શ્રીલંકા-અફઘાનિસ્તાનના 29-29 ખેલાડીઓ સામેલ છે.
આ વખતે બે દેશો એવા પણ છે જેમના 1-1 ખેલાડીએ IPL માટે પોતાનું નામ આપ્યું છે. જેમાં USAનો એક ખેલાડી અને ઈટાલીનો એક ખેલાડી સામેલ છે. એ સિવાય કેનેડાના 4 ખેલાડીઓ, નેધરલેન્ડના 12 ખેલાડીઓ અને સ્કોટલેન્ડના 2 ખેલાડીઓ સામેલ છે. આ વખતે તમામ 10 ટીમો માટે કુલ 204 સ્લોટ ખાલી છે. આ દરમિયાન, એક ટીમ વધુમાં વધુ 25 ખેલાડીઓ ખરીદી શકે છે. વાસ્તવમાં મેગા ઓક્શન અગાઉ તમામ ટીમોના કુલ 46 ખેલાડીઓને રીટેન કરવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp