સુરત: વેલેન્ટાઈ પર પ્રેમનો અસ્વીકાર કરવાનો કરુણ અંજામ! પાગલ પ્રેમીએ યુવતીની આંખમાં મરચાંની ભૂંકી નાખીને...
Surat: વેલેન્ટાઈન ડે એટલે પ્રેમીઓનો દિવસ! આ દિવસે લોકો પોત-પોતાના પ્રિય પાત્રને ખુશ કરવા માટે ગિફ્ટ્સ આપતા હોય છે. તો આ દિવસે કેટલાકને પ્રેમ મળતો હોય છે, તો કેટલાકના દિલ પણ તૂટતા હોય છે. સુરતમાં વેલેન્ટાઈન-ડેના દિવસે એક પાગલ પ્રેમીએ પોતાના પ્રેમનો અસ્વીકાર કરવા બદલ યુવતીની આંખમાં મરચાંની ભૂંકી નાખીને ક્રૂરતાપૂર્વક ચપ્પુ વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી 35 વર્ષીય પરિણીતા હાલમાં લીંબાયાત વિસ્તારમાં રહે છે અને તે કાપોદ્રાના હીરાબાગ વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરે છે જ્યારે તેનો પતિ કાપડના કારખાનામાં કામ કરે છે. શુક્રવારે સવારે તે હંમેશાંની જેમ કામ પર જવા નીકળી હતી ત્યારે સવારે 8:15 વાગ્યાના સમયગાળામાં ગોડાદરા અવધ ઋતુરાજ ટેક્સટાઈલ હબ સામે તેને કામરેજના રહેવાસી અમિત ઠાકોરે આંતરી લીધી હતી.
અગાઉ આ બંને વરાછામાં સાથે કામ કરતા હતા અને ત્યારથી બંને એક-બીજાને ઓળખતા હતા. આ યુવક સાથે તે સતત વાતો પણ કરતી હતી. યુવતી પરિણીત હોવા છતા અમિત લગ્ન માટે દબાણ કરતો હતો. યુવતીએ પરિણીત હોવાથી તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી એટલે તેની હત્યાના ઈરાદે ગઈકાલે સવારે અમિતે પરિણીતાનો પીછો કર્યો અને તક મળતા જ ગોડાદરામાં આંખમાં મરચાની ભૂંકી નાખને છારા વડે હુમલો કરી દીધો હતો. યુવતીને ઈજાગ્રસ્ત કરીને અમિત ફરાર થઇ ગયો હતો.
કોલ મળતા જ ગોડાદરા પોલીસ સ્ટેશના ઇન્સ્પેક્ટર એચ.એસ. આચાર્ય સહિતનો કાફલો હૉસ્પિટલ દોડી આવ્યો હતો. હુમલામાં યુવતીને ગંભીર ઇજાઓ થઇ છે. પોલીસે પરિણીતાના પાગલ પ્રેમી અમિત સામે છેડતી અને હત્યા કરવાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી અમિત ઠાકોરને પકડવાની કવાયદ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp