આ કંપનીઓને મળ્યા મોટા ઑર્ડર, આજે તેમના શેરો કમાણી કરાવશે!
Stocks in Focus: શેરબજાર ગઈકાલે એટલે કે મંગળવારે સપાટ બંધ રહ્યું હતું. જ્યાં BSE સેન્સેક્સમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. તો NSE નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે બંધ થયો હતો. આજે બજાર કેવી ચાલ ચાલશે, તે અંગે ચોક્કસ કહી શકાય નહીં. પરંતુ ચોક્કસ કેટલાક શેરોમાં એક્શન જોવા મળી શકે છે, કારણ કે તેમની કંપનીઓ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના આ શેરો પર એક નજર નાખીએ.
NTPCને મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ જણાવ્યું કે, તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NTPC રિન્યૂએબલ એનર્જીને સોલાર એનર્જી કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી ઑર્ડર મળ્યો છે. NTPC સંબંધિત આ સમાચાર ગઈકાલે બજાર બંધ થયા બાદ આવ્યા છે. એવામાં તેની અસર આજે NTPC રિન્યૂએબલ એનર્જીના શેર પર જોવા મળી શકે છે. મંગળવારે કંપનીના શેર વધારા સાથે 146.55 રૂપિયાના બંધ થયા હતા.
કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ કંપની HG Infraની ઓર્ડર બૂકમાં મજબૂતી આવી છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને 899 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. આ સમાચારની અસર આજે કંપનીના શેર પર જોવા મળી શકે છે. ગઈકાલના ફ્લેટ માર્કેટમાં પણ કંપનીના શેર ઉછાળા સાથે રૂ.1,470ના બંધ રહ્યા હતા. તેણે છેલ્લા એક વર્ષમાં પોતાના રોકાણકારોને 74.73% વળતર આપ્યું છે.
ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) એક રેલવે પરિવહન કંપની છે. અહેવાલ છે કે BEMLને રક્ષા મંત્રાલય તરફથી 83.51 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. કંપનીના શેર માટે છેલ્લા કેટલાક દિવસો ખાસ સારા રહ્યા નથી, પરંતુ આ જંગી ઑર્ડરના સમાચાર તેમાં થોડી ગતિ બતાવી શકે છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક 77.58% વધ્યો છે. તેનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 5,488 રૂપિયા છે.
IT સર્વિસિસ એન્ડ કન્સલ્ટિંગ કંપની LTIMindtreeએ અમેરિકન કંપની GitHub Forge સાથે AIને લઇને ભાગીદારી કરી છે. LTIMindtreeના શેર ગઈકાલે લગભગ 3 ટકા વધવામાં સફળ રહ્યા હતા. રૂ. 6,580ના ભાવે ઉપલબ્ધ આ શેરે તેના રોકાણકારોને છેલ્લા 5 દિવસમાં 6.09% અને છેલ્લા એક વર્ષમાં 14.03%નું વળતર આપ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp