“છોકરાના ટ્રાઉઝરની ઝિપ ખોલવી એ યૌન શોષણ નથી!” પોતાના વિવિદાસ્પદ વિધાનોથી ચર્ચામાં રહેલા મહિલા જ

“છોકરાના ટ્રાઉઝરની ઝિપ ખોલવી એ યૌન શોષણ નથી!” પોતાના વિવિદાસ્પદ વિધાનોથી ચર્ચામાં રહેલા મહિલા જજને મળી ગયો મોટો ફાયદો!

03/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

“છોકરાના ટ્રાઉઝરની ઝિપ ખોલવી એ યૌન શોષણ નથી!” પોતાના વિવિદાસ્પદ વિધાનોથી ચર્ચામાં રહેલા મહિલા જ

આમ તો કાયદાનો ભંગ કરનાર લોકોને ન્યાયાધિશનો ડર લાગતો હોય છે. પણ અમુક વાર ખુદ ન્યાયાધિશ જ એવા વિચારો જાહેર કરે છે કે લોકોમાં એનો મોટો વિરોધ પેદા થઇ જાય. મુંબઈ હાઈકોર્ટના જજ રહી ચુકેલા પુષ્પા ગનેડીવાલા આવું જ એક નામ છે. પુષ્પા ગનેડીવાલાને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (POCSO) કેસમાં ઘણા વિવાદાસ્પદ નિર્ણયો માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.


શું હતો વિવાદ?

શું હતો વિવાદ?

પુષ્પા ગનેડીવાલાને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (POCSO) કેસમાં ઘણા વિવાદાસ્પદ નિર્ણયો માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ગનેડીવાલાને 12 ફેબ્રુઆરી, 2022ના રોજ એડિશનલ જજ તરીકેનો કાર્યકાળ પૂરો થવા પર ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ તરીકે ડિમોટ કરવામાં આવ્યા હતા. POCSO એક્ટ હેઠળ 'જાતીય હુમલા'ના તેમના અર્થઘટનને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો.

ગનેડીવાલા તેના ઘણા નિર્ણયો માટે ચર્ચાસ્પદ બન્યા હતા. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે POCSO કાયદા હેઠળ, જો જાતીય સંબંધ બાંધવાના ઇરાદાથી ત્વચાથી ત્વચાનો સંપર્ક થાય છે, તો તે જાતીય હુમલો માનવામાં આવશે. પણ સગીર છોકરીનો હાથ પકડવો કે પછી છોકરાના ટ્રાઉઝરની ઝિપ ખોલવી, એ આ કાયદા હેઠળ જાતીય હુમલો નથી!


પુષ્પા ગનેડીવાલાએ વળતી લડત આપી અને...

પુષ્પા ગનેડીવાલાએ વળતી લડત આપી અને...

ઉચ્ચ ન્યાયાલયના રજીસ્ટ્રાર દ્વારા 2 નવેમ્બર, 2022ના રોજ એક સૂચનાપત્ર પબ્લિશ કરવામાં આવ્યો હતો. જે અનુસાર પુષ્પા ગનેડીવાલાને હાઈકોર્ટના ન્યાયાધિશ તરીકેના પેન્શન સહિતના લાભો માટે પાત્ર ગણવામાં નહોતા આવ્યા. આ પાછળનો તર્ક એવો હતો કે ડિમોટ થવાને કારણે ગનેડીવાલા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા નહોતા. આથી સમાન રેન્કના પેન્શન માટે હકદાર ન હતા.

એ સામે પુષ્પા ગનેડીવાલાએ અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી બાદ જજીસની બેંચ દ્વારા પુષ્પા ગનેડીવાલાને હાઈકોર્ટના જજ તરીકેનું પેન્શન મેળવવાને હકદાર મનાયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top