બલૂચ ઉગ્રવાદીઓને મારીને ટ્રેન મુક્ત કરાયાનો પાકિસ્તાની સેનાનો દાવો ખોટો? BLA એ કહ્યું, ‘હજી અમા

બલૂચ ઉગ્રવાદીઓને મારીને ટ્રેન મુક્ત કરાયાનો પાકિસ્તાની સેનાનો દાવો ખોટો? BLA એ કહ્યું, ‘હજી અમારા કબજામાં છે 150 સૈનિકો’

03/13/2025 World

SidhiKhabar

SidhiKhabar

બલૂચ ઉગ્રવાદીઓને મારીને ટ્રેન મુક્ત કરાયાનો પાકિસ્તાની સેનાનો દાવો ખોટો? BLA એ કહ્યું, ‘હજી અમા

Jaffar express news, BLA: પાકિસ્તાનમાં થયેલા ટ્રેન અપહરણ કાંડે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પાકિસ્તાને પોતાના જ એક પ્રદેશ બલૂચિસ્તાનમાં રહેતા લોકોને દાયકાઓથી જે અન્યાય કર્યો છે, એના પરિપાકરૂપે હવે બલૂચી લોકો પાક સેના સામેં શાસ્ત્રો ઉઠાવીને સીધા સંઘર્ષમાં ઉતર્યા છે. આ સશસ્ત્ર સંઘર્ષના ભાગરૂપે બલૂચિસ્તાન લિબરેશન આર્મી – BLA દ્વારા પરમ દિવસે ઝફર એક્સપ્રેસ નામની ટ્રેન પર હુમલો કરીને કબજે કરવામાં આવી હતી. ગઈકાલે પાકિસ્તાની સેનાએ જાહેરાત કરી કે BLAના તમામ લડવૈયાઓને મારીને તેન મુક્ત કરાવી દેવાઈ છે. પરંતુ BLA તરફથી સાવ જુદો જ દાવો કરવામાં આવ્યો છે.


ટ્રેન અંગેનું સસ્પેન્સ હજી યથાવત છે, નજરે જોનાર લોકોએ શું કહ્યું?

ટ્રેન અંગેનું સસ્પેન્સ હજી યથાવત છે, નજરે જોનાર લોકોએ શું કહ્યું?

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હાઈજેક કરાયેલી ઝફર એક્સપ્રેસ ટ્રેનને લઈને સસ્પેન્સ ચાલુ છે. BLA અને પાકિસ્તાન સરકાર અલગ-અલગ દાવા કરી રહી છે. બલૂચ આર્મીનો દાવો છે કે 60 સૈનિકો માર્યા ગયા છે અને 150 હજુ પણ તેમની કસ્ટડીમાં છે. તે જ સમયે, પાકિસ્તાનના મંત્રી અતાઉલ્લાહ તરરે કહ્યું છે કે સેના અને વાયુસેનાએ ઓપરેશન પૂર્ણ કરી લીધું છે. આત્મઘાતી હુમલાખોરો માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના દાવા મુજબ, હાઇજેક દરમિયાન 21 મુસાફરો અને 4 સૈનિકો માર્યા ગયા છે. તમામ 33 BLA લડવૈયા માર્યા ગયા છે. તે જ સમયે, એક પ્રત્યક્ષદર્શીએ 70-80 મૃતદેહો જોયા હોવાનો દાવો કર્યો છે. જો પાક. સેનાના દાવા મુજબ એક્કેય યાત્રીનું મૃત્યુ ન થયું હોય તેમજ BLAના 33 હુમલાખોરોને મારી નખાયા હોય, તો બાકીના મૃતદેહો શું પાક. જવાનોના છે? કેટલાક શબો તો હજી ટ્રેનની અંદર પડેલા હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે. લોકોએ એમ પણ કહ્યું હતું કે બલૂચ લડવૈયાઓએ જ અમને હેમખેમ ટ્રેનની બહાર જવા દીધા. જ્યારે પાક. સેના કહી રહી છે કે બલૂચ લડાકુઓને મારીને યાત્રીઓને છોડાવવામાં આવ્યા છે. BLA દ્વારા 60 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારાયાનો દાવો થયો છે. ઘટનાસ્થળેથી મળી આવેલા દેદ બોડીઝ (શબ)ની સંખ્યા જોતા આ દાવો સત્યની વધુ નજીક હોય એમ લાગે છે.


“...તો તમામ બંધક સૈનિકોને મારી નાખીશું!”: BLA

“...તો તમામ બંધક સૈનિકોને મારી નાખીશું!”: BLA

બલૂચ આર્મીની ડેડલાઈન આજે બપોરે 1 વાગ્યે પૂરી થઈ રહી છે. તેણે ધમકી આપી છે કે જો બલૂચ કેદીઓને છોડવામાં નહીં આવે તો ટ્રેનમાં હાજર તમામ બંધકોને મારી નાખવામાં આવશે. BLAએ તેમના અલ્ટીમેટમમાં કહ્યું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ તમામ 150 બંધક સૈનિકોને મારી નાખશે. BLAએ પાકિસ્તાનની જેલમાં બંધ 241 બલૂચ લોકોને મુક્ત કરવાની માંગ કરી છે.

BLAએ કહ્યું છે કે પાકિસ્તાન તેના સૈનિકોની ચિંતા કરતું નથી. પાકિસ્તાન તરફથી વાતચીતનો કોઈ પ્રયાસ થયો નથી. આપણે જે કહીએ છીએ તે કરવાની ક્ષમતા આપણામાં છે. અમે સમયમર્યાદા પછી દર કલાકે 5 બંધકોને મારી નાખીશું. એકવાર આપણે નક્કી કરી લઈએ, તે બદલાશે નહીં. પાકિસ્તાન પાસે પોતાની ભૂલ સુધારવાની છેલ્લી તક છે. તેણે પ્રચાર અને નકલી કથા ફેલાવવાનું બંધ કરવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top