જાણીતી હિરોઈનનો ગંભીર આક્ષેપ: ‘મારી સાથે સૂવાની ઓફર....” ફિલ્મના બદલામાં હીરોઈન સાથે ‘એન્જોય’ કરવા માંગતો હતો પ્રોડ્યુસર!
Ankita lokhande casting couch: બોલીવુડ અને વિવાદો વચ્ચે જાણે ‘ચોલી-દામન’નો સંબંધ છે. મની લોન્ડરિંગ, ડ્રગ્સથી માંડીને અન્ડરવર્લ્ડ કનેક્શન્સ અને દેશદ્રોહી પ્રવૃત્તિઓથી માંડીને યુવતીઓના શોષણ તેમજ કાસ્ટિંગ કાઉચ સુધીના આરોપો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પર થતા જ રહે છે. પહેલા મોટા ભાગની હિરોઇન્સ પોતાની સાથે થયેલા જાતીય દુરાચાર અંગે મૌન સેવતી હતી. પરંતુ હવે મેઈન સ્ટ્રીમ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રીઓ પણ પોતાના અનુભવો વિષે ખૂલીને બોલવા માંડી છે. આ યાદીમાં તાજું જોડાયેલું નામ અંકિતા લોખંડેનું છે.
આ ત્યારે થયું જ્યારે અંકિતા લોખંડેએ તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તે માત્ર 19-20 વર્ષની હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા અંકિતાએ કહ્યું, “હું ખૂબ જ સ્માર્ટ હતી. તે સમયે હું રૂમમાં એકલી હતી. મારી ઉંમર 19-20 વર્ષની હશે. મેં તેમને પૂછ્યું કે તમારા નિર્માતા કેવા પ્રકારનું સમાધાન કરવા માંગે છે. શું તેઓ મને કોઈ પાર્ટી કે ડિનરમાં લઇ જવા માંગે છે?”
અંકિતા લોખંડેએ આગળ કહ્યું કે મને મોડેથી સમજાયું કે તે (પ્રોડ્યુસર) કોઈ પ્રતિભાશાળી છોકરી સાથે કામ કરવા નથી માંગતો બલકે એક સુંદર છોકરી સાથે સુવા માંગે છે. જો કે પછી તેણે (પ્રોડ્યુસરે) મારી માફી માંગી અને કહ્યું કે હું તને આ ફિલ્મમાં લેવાનો પ્રયત્ન કરીશ.
આ ઈન્ટરવ્યુમાં અંકિતાએ ફિલ્મોમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરી હતી. આ ત્યારે થયું જ્યારે અંકિતા ટેલિવિઝનનો જાણીતો ચહેરો બની ચૂકી હતી. પરંતુ તેમ છતાં તેને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અંકિતાએ કહ્યું કે હું કોઈનું નામ લેવા માંગતી નથી. તે એક મહાન અભિનેતા છે. મને એક વિચિત્ર વાઇબ મળ્યો અને પાછો આવ્યો. કારણ કે મને લાગ્યું કે હવે હું અહીં મારો નહીં રહીશ કારણ કે અહીં ગીવ એન્ડ ટેક જેવી વસ્તુઓ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp