અશ્લીલ વિડીયોને આધારે 7 શખ્સો 2 વર્ષ સુધી દુષ્કર્મ કરતા રહ્યા! આખરે વિદ્યાર્થીનીએ કરી પોલીસ ફરિયાદ! ગુજરાત શર્મસાર!
બનાસકાંઠા: ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગણવામાં આવે છે. પણ સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા દુરુપયોગને કારણે રાજ્યનું યુવાધન પણ અવળે રસ્તે ચડી ગયું હોવાના બનાવો સામે આવતા રહે છે. ખાસ કરીને સગીર કન્યાઓ અને યુવતીઓને ભોળવીને ઉતારી લીધેલા અશ્લીલ વિડીયો અનેક મોટા કાંડને જન્મ આપવામાં નિમિત્ત બનતા રહે છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો એક યુવક સાથે પરિચય થયો હતો. જે બાદ યુવક વિદ્યાર્થિનીને બનાસકાંઠાના પાલનપુરમાં બસપોર્ટમાં આવેલા કેફેમાં નાસ્તાના બહાને લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર જાણી જોઈને કઢી ઢોળી દીધી હતી.
આ પછી વિદ્યાર્થિનીને કપડાં સાફ કરવા માટે એક રુમમાં લઈ ગયો. જ્યાં યુવકે યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ વિડીયો દ્વારા બ્લેકમેલ કરી કરીને યુવક અને તેના મિત્રો સહિત 7 લોકોએ 2 વર્ષ સુધી આ કોલેજીયન યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે વારંવારના બ્લેકમેલ અને હેરાનગતિ બાદ વિદ્યાર્થિનીની સહનશક્તિ ખૂટતા તેણે પરિજનોને જાણ કરી હતી. પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલનપુર બસ પોર્ટમાં આવેલા કેફે અને હાઇવે પરના સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાની રાવ અગાઉ પણ ઉઠવા પામી હતી. કેફે-સ્પાની આડમાં વિદ્યાર્થિનીઓ સહિત લોકો સાથે ગુના થતા હોવાની લોકમાન્યતા દ્રઢ થતી જાય છે. એવો પણ આક્ષેપ થઇ રહ્યો છે કે આ ગોરખધંધા પોલીસની રહેમનજર હેઠળ ધમધમી રહયા છે.
પાલનપુર બસ પોર્ટનું કેફે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. અહીં 6 માસ પહેલા 2 યુવતીઓએ બીજા માળેથી પડતું મૂક્યું હતું. હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp