જલારામબાપા પર કરેલા બફાટ બાદ સુરતના સ્વામીનારાયણના સ્વામીએ માફી માગવી પડી

જલારામબાપા પર કરેલા બફાટ બાદ સુરતના સ્વામીનારાયણના સ્વામીએ માફી માગવી પડી

03/03/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જલારામબાપા પર કરેલા બફાટ બાદ સુરતના સ્વામીનારાયણના સ્વામીએ માફી માગવી પડી

થોડા દિવસ અગાઉ સ્વામીનારાયણ સંપ્રદાયને લજાવે તેવો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીએ એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આમ તો સ્વામીનારાયણના સાધુઓ અવારનવાર વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં આવતા હોય છે, એવી જ રીતે વધુ એક સ્વામીનારાયણના સાધુનો બફાટ સામે આવ્યો છે.

સ્વામીએ કહ્યું હતું કે, આ અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામી પાસેથી જલારામ બાપાએ આશીર્વાદ લીધા બાદ ચાલુ કર્યું હતું. જો કે, આ નિવેદન બાદ જલારામ બાપાના અનુયાયીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જલારામ બાપના અનુયાયીઓના વિરોધ બાદ સુરતના જ્ઞાનપ્રસાદ સ્વામીએ માફી માગવાનો વારો આવ્યો છે. તેને માફી માગતો વીડિયો જાહેર કર્યો છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

જ્ઞાન પ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે, અમરોલીમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ કહ્યું હતું કે, ગુણાતીતાનંદ સ્વામી એક વખત વીરપુરની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે જલારામ બાપાને ત્યાં ભોજન લીધું હતું અને ત્યારબાદ જલારામ બાપાની ઈચ્છા પૂછી ત્યારે જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે સ્વામી મારો એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તને પ્રસાદ મળે..., જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા, ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમને માટે ભર્યો રહેશે અને આજે પણ અન્નક્ષેત્ર ચાલુ છે. આ નિવેદન લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને તેનો ઠેર-ઠેર  વિરોધ પણ જોવા મળ્યો હતો.

રઘુવંશી સમાજ અને અનુયાયીઓના વિરોધને બાબ જોતા પ્રકાશ સ્વામીએ માફી માગવી પડી છે. તેમણે કહ્યું કે, જલારામ બાપા વંદનીય છે. તેમનો એક પ્રસંગને મેગેઝીનમાં વાંચ્યો હતો. જેમાં લખાયું હતું કે, ગુણાતીતાનંદ સ્વામી વીરપુર ગયા હતા, અને એ પ્રસંગ મેં મારા વક્તવ્યમાં કહ્યો હતો કે અયોધ્યામાં ભગવાન રામને જે થાળ ભરવામાં આવે છે. તે જલારામ વીરપુરથી દરરોજ આપવાનો ચાલુ થયો છે ત્યારે આ પ્રસંગને એ વાતના સંદર્ભમાં બતાવ્યો હતો. પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગુ છું. આમ કહીને વિવાદને બંધ કરવાનો પ્રયાસ કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top