સ્વામીનારાયણ સંપ્રદાયને કલંકિત કરતો વધુ એક કિસ્સો, ગુરુકુળના ખજાનચીએ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યાનો દાવો
ગુરુકુળનુ સ્થાન ભારતીય સંસ્કૃતિમાં આગવું રહેલુ છે. જો ગુરુકુળમાં શિક્ષણને બદલે વ્યાભિચાર આચરવામાં આવે તે નિંદનીય છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વીડિયો વાયરલ થયો છે, જેણે સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કર્યો છે. વાયરલ વીડિયોમાં રાજકોટના ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીએ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતો જોવા મળે છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયો 10 મહિના જૂનો હોવાનુ કહેવામાં આવી રહ્યું. હાલમાં પણ હરિચરણ ગુરુકુળમાં પદ પર હોવાનું કહેવામાં આવે છે છે. જે તે સમયે આ વીડિયો અટકાવવા માટે ઘણા પ્રયાસો કરાયા હતા.
વીડિયો સામે આવ્યા બાદ, સ્વામી હરિચરણને પદભ્રષ્ટ કરી દેવાયા છે. મંદિરના ટ્રસ્ટી મયુરભાઇ શિંગાળાએ જણાવ્યું, કે, વાયરલ વીડિયો લગભગ 8-9 મહિના જૂનો છે. વાયરલ વીડિયો અમારી ધ્યાનમાં આવતા જ અમે તે સાધુને સાધુભ્રષ્ટ કરી બરતરફ કરી દીધો છે. હાલ તેઓ ક્યાં છે તે અમને ખબર નથી. સંપ્રદાય વિરૂદ્ધ કામ કર્યું હોવાથી તેમને સાધુ પદેથી હટાવીને તાત્કાલિક દૂર કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત તેમણે સ્કૂલના કોઈ પણ વિદ્યાર્થીએ ફરિયાદ ન કર્યાનો પણ રાગ આલાપ્યો. તેમણે એવો પણ દાવો કર્યો કે વીડિયોમાં દેખાતો વિદ્યાર્થી તેમની શાળાનો નહોતો.
વાયરલ વીડિયો સામે આવ્યા બાદ ઘણા હરિભક્તો એવુ કહવું છે કે, સ્વામી હરિચરણે ફરેણી ગુરુકુળનું નામ કલંકિત કર્યું છે. આ ઘટનાથી સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠાને ભારે ઠેસ પહોંચી છે. સનાતની સમુદાયમાં લંપટ સાધુઓ સામે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. હાલમાં, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp