ચંડોળા તળાવ પર JCB સ્ટ્રાઈક, અમદાવાદના ‘મિની બાંગલાદેશ’ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, જુઓ વી

ચંડોળા તળાવ પર JCB સ્ટ્રાઈક, અમદાવાદના ‘મિની બાંગલાદેશ’ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, જુઓ વીડિયો

04/29/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ચંડોળા તળાવ પર JCB સ્ટ્રાઈક, અમદાવાદના ‘મિની બાંગલાદેશ’ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, જુઓ વી

Mega demolition at Chandola Lake: પહેલગામમાં થયેલા આતંકી હુમલાને બાદ પાકિસ્તાનીઓને તો ભારત છોડીને નીકળી જવા કહેવામા તો આવ્યું જ છે. સાથે જ  ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને પણ શામત આવી ગઈ છે. તેમને શોધી-શોધીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ પોલીસ છેલ્લા 2 દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેન કર્યા હતા, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.


આખા ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધરાયું

આખા ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધરાયું

અમદાવાદ, સુરત, રાજકોટ સહિત આખા ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ અમદાવાદ અને સુરતથી મળીને 500 જેટલા ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી છે. આ અનુસંધાને વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશીઓનો સૌથી મોટો અડ્ડો કહેવાતા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ચંડોળા તળાવ વિસ્તાર બાંગ્લાદેશીઓની વસ્તી માટે કુખ્યાત

ચંડોળા તળાવ વિસ્તાર બાંગ્લાદેશીઓની વસ્તી માટે કુખ્યાત

અમદાવાદનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસ્તી માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યા છે. હવે આ બાંધકામોને ધરાશાયી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 50 જેટલા JCB મશીનથી સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામોને ભોંય ભેગા કરી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30 વાગ્યાથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો છે.

હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ, SRPની સહિતની ટીમોના ચુસ્ત બંદોબસ્ત સાથે ચંડોળા તળાવ વિસ્તારની ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અગાઉ 28 એપ્રિલની રાત્રે AMCના અધિકારીઓ તેમજ શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને રાત્રે 1:30થી 2:30 વાગ્યા સુધીમાં પહોંચી જવા માટે આદેશ આપવામાં આવ્યો આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top