વટવા GIDCની કેમિકલ ફેક્ટ્રીમાં લાગી ભીષણ આગ, 2 લોકો દાઝ્યા, જુઓ વીડિયો
અમદાવાદના વટવા GIDC ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી ગઇ છે. આ ઘટના શુક્રવારે બપોરે બની હતી. આગ લાગવાની તાત્કાલિક જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
વટવા GIDC ફેઝ-4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટ્રીમાં આગ લાગવાણી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા 10 કરતા વધારે વધુ ફાયર વિભાગની ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સોલવન્ટ અને ઈથાઈલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફેક્ટ્રીની આજુબાજુમાં આવેલી 3-4 ફેક્ટ્રી તેમજ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે.
હાલમાં આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે અને તેમને સારવાર માટે મણિનગરની એલ.જી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દાઝી ગયેલા લોકોની ઓળખ નીતિનભાઈ (ઉંમર 55 વર્ષ) અને રાજેશભાઈ (ઉંમર 40 વર્ષ)ના રૂપમાં થઇ છે. તેમાં નીતિનભાઈ લગભગ 70 ટકા જેટલું દાઝી ગયા છે, જ્યારે રાજેશભાઈ 19 ટકા જેટલું દાઝી ગયા છે.
#WATCH | Gujarat | Fire breaks out in a chemical factory located in Vatva GIDC in Ahmedabad; Operation underway to douse the fireDetails awaited. pic.twitter.com/JBFOzlEYy2 — ANI (@ANI) May 2, 2025
#WATCH | Gujarat | Fire breaks out in a chemical factory located in Vatva GIDC in Ahmedabad; Operation underway to douse the fireDetails awaited. pic.twitter.com/JBFOzlEYy2
ફેક્ટરીમાં કેમિકલ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેના કારણે ફાયરબ્રિગેડને કાબૂ મેળવવામાં વધુ મહેનત કરવી પડી રહી છે. અત્યારે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા છે.
અમદાવાદ માટે આજનો દિવસ કપરો સાબિત થયો છે કારણ કે અહીં છેલ્લા 24 કલાકમાં આગની લગભગ 4 જેટલી ઘટના સામે આવી ચૂકી છે. મોડીરાતે એસ.જી. હાઈવે પરના અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગી હતી, જેમાં ડેકોરેશન સહિતનો સામાન બળીને રાખ થઈ ગયો છે. અન્ય એક જગ્યાએ રાત્રે 11:15 વાગ્યાના અરસામાં કાલુપુર વિસ્તારના ફલોની માર્કેટમાં આગ લાગી ગઈ હતી, જેમાં 4 દુકાન બળીને રાખ થઈ ગઈ હતી. આ સિવાય પ્રહલાદનગરની એક બિલ્ડિંગના પાર્કિગમાં આગ ભભૂકી ઊઠી હતી. અને હવે વટવા GIDCમાં આગ લાગી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp