વડોદરામાં રમઝાનને લઈને જાહેર કરાયેલા પરિપત્રનો સુરતમાં વિરોધ, જાણો શું છે મામલો
2 માર્ચથી રમઝાનનો મહિનો શરૂ થઇ ગયો છે, પરંતુ વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રમઝાન મહિનાને લઈને જાહેર કરે એક કથિત આદેશને લઈને હોબાળો થઇ ગયો છે. તેના વિરોધના સૂર સુરતમાં પણ જોવા મળ્યા. VHP અને બજરંગ દળ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને તાત્કાલિક પરિપત્ર રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તૃષ્ટિકરણની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બહાર પડાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો હોવાથી. જે શાળાઓમાં મુસ્લિમ સમુદાયના બાળકોની સંખ્યા વધુ છે ત્યાં સમય બદલવામાં આવી રહ્યો છે. તેનો અમલ 1 માર્ચ, 2025થી રમઝાન દરમિયાન લાગૂ કરવામાં આવશે.
સવારની પાળીમાં શાળાનો સમય: સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી, રીસેસ-સવારે 9:30થી 10 વાગ્યા સુધી, બપોરની પાળીમાં શાળાનો સમય: 12:30 થી 4:30 વાગ્યા સુધી, રીસેસ-2:00થી 2:30 વાગ્યા સુધી.
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પ્રદર્શન કરી આ આદેશ પરત ખેંચવાની માગ કરી. તેમણે કહ્યું કે, જો આદેશ પાછો ખેંચવામાં નહીં આવે તો શ્રાવણ અને નવરાત્રિ દરમિયાન હિન્દુ વિદ્યાર્થીઓને પણ આવી જ રાહત આપવામાં આવે. ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ પ્રવક્તા હિતેન્દ્ર રાજપૂતે ફેસબુક પર લખ્યું કે, ' મા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર UCC લાવવા માટેની તૈયારીઓ કરી રહી છે, ત્યારે બીજી બાજુ તેમના જ શિક્ષણ વિભાગ દ્વારા ધર્મ આધારિત તુષ્ટિકરણને પોષતો પરિપત્ર વડોદરા શિક્ષણ સમિતિએ કર્યો છે. સરકારે એ ન ભુલવું જોઈએ કે તેમની સત્તાનાં મૂળમાં તુષ્ટિકરણનો વિરોધ રહ્યો છે.
વડોદરા અને સુરત શિક્ષણ સમિતિએ રમઝાનમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને શાળા સમયમાં વિશેષ છુટ આપતા ગુજરાત VHP આ નિર્ણયનો સખ્ત વિરોધ કરે છે, અને તુષ્ટિકરણ ને પોષતો આ નિર્ણય પાછો ન લેવાય તો VHP તેના માટે ઉગ્ર આંદોલન કરશે. આ દરમિયાન, VHPએ તેના સત્તાવાર X હેન્ડલ પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ટેગ કરીને લખ્યું છે કે, 'કૃપા કરીને આ પરિપત્રની સત્યતા તપાસો અને તેને તાત્કાલિક ધોરણે રદ કરો. જવાબદારો સામે કાર્યવાહી પણ જરૂરી છે. યાદ રાખો, તુષ્ટિકરણનો વિરોધ જ ભાજપના મજબૂત જનાધારનું કારણ છે. આ ગુજરાત છે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં.'
બીજી એક એક્સ-પોસ્ટમાં, VHPએ CM ભૂપેન્દ્ર પટેલના ફોટા સાથે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, એવું લાગે છે કે અધિકારીઓ-મંત્રીઓ સરકારના ઇરાદાઓથી અવગત નથી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકારના નિર્ણયથી બિલકુલ સ્વતંત્ર છે.'
लगता है अधिकारी - मंत्री सरकार के इरादों से अवगत नहीं है...और #वडोदरा म्यूसिपल कोरपोरेशन तो #गुजरात सरकार के निर्णय से बिलकुल स्वतंत्र है। #VMC @वंकवड़ोदरा #vadodara #baroda #Gujarat pic.twitter.com/9TqTNoMLJJ — VHP Gujarat (@VHPGUJOFFICIAL) March 2, 2025
लगता है अधिकारी - मंत्री सरकार के इरादों से अवगत नहीं है...और #वडोदरा म्यूसिपल कोरपोरेशन तो #गुजरात सरकार के निर्णय से बिलकुल स्वतंत्र है। #VMC @वंकवड़ोदरा #vadodara #baroda #Gujarat pic.twitter.com/9TqTNoMLJJ
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp