જલારામ બાપા વિષે બકવાસ ભારે પડી રહ્યો છે! લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આક્રોશ! રાજકોટમ

જલારામ બાપા વિષે બકવાસ ભારે પડી રહ્યો છે! લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આક્રોશ! રાજકોટમાં રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશનું પૂતળા દહન

03/05/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

જલારામ બાપા વિષે બકવાસ ભારે પડી રહ્યો છે! લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આક્રોશ! રાજકોટમ

વડતાલ સંપ્રદાયના કહેવાતા સ્વામી જ્ઞાનપ્રકાશે એક સભામાં જલારામ બાપા વિષે જે બફાટ કર્યો, એ હવે ભારે પડી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આમે ય સ્વામીનારાયણ સંપ્રદાયના વિવિધ સાધુઓ સનાતન ધર્મના ભગવાનો અને સંતો વિષે સાવ ગપગોળા જેવી વાતો ફેલાવીને સનાતનના આરાધ્યો કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ મહાન હોવાનું ચિત્રણ કરતા હોવાની છાપ ઉપસી છે. એટલે લોકોમાં એ અંગે પહેલેથી જ આક્રોશ હતો. એમાં વળી જ્ઞાનપ્રકાશે એક કાર્યક્રમમાં બફાટ કરતા રઘુવંશી સમાજ ખુલીને મેદાને પડ્યો છે. રઘુવંશી સમાજને બીજા તમામ સમાજોનો પણ ભરપૂર ટેકો મળી રહ્યો છે.


સૌરાષ્ટ્રભરના ભક્તોમાં આક્રોશ

સૌરાષ્ટ્રભરના ભક્તોમાં આક્રોશ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં રઘુવંશી સમાજે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર બહાર જ્ઞાનપ્રકાશ સ્વામીના પૂતળાનું દહન કર્યું હતું. રઘુવંશી સમાજના યુવાઓના વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ સતર્ક થઇ હતી. મંજૂરી વગર પૂતળા દહન કરનારા રઘુવંશી સમાજના યુવાઓની પોલીસે અટકાયત કરી હતી. જલારામ બાપાના ભક્તોએ માંગ કરી હતી કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને જલારામ બાપાની સન્મુખ માફી માંગે. વીડિયો કોલથી નહીં પણ વીરપુર રૂબરૂ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર વડતાલ ગાદી હેઠળ આવે છે. જ્ઞાનપ્રકાશ પણ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે. વડતાલ મંદિર તરફથી માફી મંગાયા બાદ પણ આક્રોશ યથાવત છે.

નોંધનીય છે કે ગઇકાલે જામનગરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુલાલે જણાવ્યું હતું, કે પૂજ્ય જલારામ બાપા વિશે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જલારામ મંદિરમાં આવશે અને બાપાના મંદિરમાં માફી માંગશે. તેમજ સ્વામિનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા પણ જરૂરી ખુલાસો કરવામાં આવશે. જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવશે અને વિવાદનો અંત આવશે.


સ્વામીએ જલારામ બાપા અંગે કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી

અમરોલી ખાતેની એક સભા દરમિયાન જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યાં હતાં કે સ્વામી મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેને પ્રસાદ મળે... જલાભગતે ગુણાતીત સ્વામીને દાળ બાટી જમાડ્યા હતા... ગુણાતીત સ્વામીએ જલાભગતને આશીર્વાદ આપ્યા હતાં કે તમારો ભંડાર કાયમને માટે ભર્યો રહેશે’. ઇતિહાસ કરતા વિપરીત એવા આ નિવેદનથી માત્ર જલારામ બાપાના ભક્તોને જ નહિ પણ સમગ્ર ગુજરાતના સનાતનીઓને મન દુઃખ થયું હતું, અને ભારે વિવાદ સર્જાયો હતો. ગઈકાલે લોહાણા સમાજના અગ્રણી ગિરીશ કોટેચા પણ લાલઘૂમ થયા હતા અને કહ્યું હતું કે 'જ્ઞાનપ્રકાશ સ્વામીને હાંકી કાઢો, તેમની પાસે કચરાં-પોતા કરાવો'.

છેલ્લ્લા બે-ત્રણ વર્ષોથી સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા આ પરકારના બફાટ થતા રહે છે. આથી હવે સનાતનીઓને શંકા જાગી રહી છે કે ક્યાંક કોઈ ચોક્કસ જૂથ જાણીજોઈને આવા – ઇતિહાસ અને શાસ્ત્રોથી વિપરીત નિવેદનો આપીને લોકોને ગેરમાર્ગે નથી દોરી રહ્યું ને!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top