કોહલીએ અચાનક જ આકાશ દીપને પોતાની બેટ કેમ ગિફ્ટ આપી? બોલરે બતાવ્યો મજેદાર કિસ્સો
ભારતીય ટીમના ઉભરતા ફાસ્ટ બોલર આકાશ દીપે વિરાટ કોહલી સાથે થયેલી મજેદાર વાતચીતનો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઇએ કે કોહલીએ આકાશ દીપને પોતાની બેટ ગિફ્ટ આપી દીધી હતી, જેની મદદથી બંગાળના ક્રિકેટરે કાનપુરમાં બાંગ્લાદેશ સામે સતત 2 સિક્સર ફટકારી હતી.
આકાશદીપે જણાવ્યું કે કેવી રીતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ બાદ વિરાટ કોહલીએ તેને પોતાની બેટ ભેટમાં આપી. ભારતીય ટીમના સહાયક કોચ અભિષેક નાયરે પણ આકાશ દીપની બેટિંગના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ અગાઉ તેને બેટિંગ કરવા મોકલવાનો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો. નાયરે આકાશ દીપને ભારતીય ટીમનો આગામી ઓલરાઉન્ડર પણ ગણાવ્યો હતો.
કાનપુરમાં ભારતની જીત બાદ જિયો સિનેમા સાથે વાત કરતા અભિષેક નાયરે કહ્યું હતું કે, વિરાટે તેને બેટ આપી અને તે પોતે જ ફોર્મમાં આવી ગયો, પરંતુ આકાશ દીપે અમને નેટ્સમાં ખૂબ પ્રભાવિત કર્યા. પ્રથમ મેચમાં કોને પહેલા બેટિંગ કરવા મોકલવો જોઇએ, બુમરાહ કે આકા શદીપને? રોહિતે આકાશ દીપને ઉપર મોકલવા કહ્યું કારણ કે તેણે દુલીપ ટ્રોફીમાં રન બનાવ્યા છે. રોહિતે કહ્યું કે આકાશ દીપ આપણો ઇન-ફોર્મ ખેલાડી છે, અમે પણ તેના પર દબાણ પણ બનાવ્યું કે તેણે નીચલા ક્રમમાં અડધી સદી ફટકારવી જોઇએ. બેટિંગની વાત કરીએ તો તે આગામી સમયનો ઓલરાઉન્ડર છે.
જિયો સિનેમા સાથેની વાતચીતમાં આકાશદીપે કહ્યું કે, હા તે મુશ્કેલ ક્ષણ હતી. પણ ભાઇને શું થયું તેની મને ખબર નહોતી. તેણે આવીને કહ્યું- બેટ લે, તને બેટ જોઇતી હતી ને, લે રમ. તો મારા માટે સરળ બની ગયું. હા, મારા પર દબાણ હતું કારણ કે જ્યારે મેં બેટ પકડી, ત્યારે મેં તેમને કહ્યું કે તે કવર ડ્રાઇવનો અહેસાસ કરાવે છે. વિરાટ ભાઇએ કહ્યું- નાટક ન કર, બસ લઇ લે. મેં તેને પૂછ્યું કે તે બેટ પાછી લેશે કે નહીં? તો તેણે નકારમાં જવાબ આપ્યો.
તમને જણાવી દઇએ કે આકાશ દીપે શાકિબ અલ હસનની ઓવરમાં સતત બે બોલ પર બે સિક્સર ફટકારીને તેની બેટિંગ સ્ટાઇલથી બધાને પ્રભાવિત કર્યા હતા. આકાશ દીપની બેટિંગ જોઇને કોહલીથી લઇને હેડ કોચ ગૌતમ ગંભીર પણ પોતાની જાતને હસતા રોકી શક્યા નહોતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp