અમેરિકાએ પોતાના ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યૂ, જાણો શું કહ્યું

અમેરિકાએ પોતાના ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યૂ, જાણો શું કહ્યું

10/03/2024 World

SidhiKhabar

SidhiKhabar

અમેરિકાએ પોતાના ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યૂ, જાણો શું કહ્યું

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના કથિત ઘટાડાને લઇને અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડેનની સરકારના એક કમિશને નવો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં ભારતને વિશેષ ચિંતાવાળાના દેશના રૂપમાં નામિત કરવાનું આહ્વાન કર્યું છે. 7 પાનાંનો આ દસ્તાવેજ વરિષ્ઠ નીતિ વિશ્લેષક સેમા હસને લખ્યો છે. તેમાં ભારત પર ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થળો સામે હિંસક હુમલાઓને ઉશ્કેરવા માટે ખોટી માહિતી આપવી અને તેના ઉપયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં મુસ્લિમ, વક્ફ સુધારા બિલ, ગૌહત્યા વિરોધી કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)ના નિવેદનમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોતાના વાર્ષિક અહેવાલમાં USCIRFએ એવી પણ ભલામણ કરી છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ધાર્મિક સ્વતંત્રતાના સતત ગંભીર ઉલ્લંઘનમાં પોતાની સંડોવણીના કારણે ભારતને ખાસ ચિંતાવાળા દેશમાં સામેલ કરવામાં આવે. અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સારા છે. આવા અહેવાલો અગાઉ પણ આવતા રહ્યા છે, જેની ભલામણોને અમેરિકાએ સ્વીકારવાનું ટાળ્યું છે.


રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

USCIRFએ કહ્યું, 'આ રિપોર્ટ 2024 દરમિયાન મોનિટરિંગ જૂથો દ્વારા લોકોની હત્યા કેવી રીતે કરવામાં આવી તેના પર પ્રકાશ પાડે છે. તેમને મારવામાં આવ્યા અને તેમને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ધાર્મિક નેતાઓની મનમાની ઢેંગે ધરપકડ કરવામાં આવી હતી અને ઘરો અને પૂજા સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓ ધાર્મિક સ્વતંત્રતાનું ગંભીર ઉલ્લંઘન છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અગાઉની મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારથી અત્યાર સુધી, ભારતે તેની આંતરિક બાબતોમાં દખલગીરી દર્શાવીને USCIRFના સભ્યોને દેશની મુલાકાત લેવા માટે વિઝા આપ્યા નથી.


અહેવાલની ટીકા થતી રહી છે

અહેવાલની ટીકા થતી રહી છે

USCIRF વિશ્વના ઘણા દેશો પર તેના અહેવાલો જાહેર કરતું રહે છે. તેને ધાર્મિક કરતા રાજદ્વારી અહેવાલ તરીકે વધુ ગણવામાં આવે છે, જેના નામે અમેરિકા દબાણ લાવવાનો પ્રયાસ કરે છે.  ભારત અને કેટલાક ભારતીય-અમેરિકન જૂથોએ ભૂતકાળમાં આરોપ લગાવ્યો છે કે USCIRF દેશને બદનામ કરવા પક્ષપાતી, અવૈજ્ઞાનિક અને એજન્ડા આધારિત રિપોર્ટિંગ કરે છે. USCIRFએ જણાવ્યું હતું કે, એહેવાલ ધાર્મિક લઘુમતીઓને લક્ષ્ય બનાવવા અને તેમના મતાધિકારથી વંચિત કરવા માટે ભારતના કાયદાકીય માળખામાં ફેરફારોનું વર્ણન કરે છે, જેમાં નાગરિકતા સંશોધન કાયદો, સમાન નાગરિક સંહિતા, ધર્માંતરણ અને ગૌહત્યા વિરોધી કાયદો સામેલ છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top