આ જગ્યાએ નાવ પલટી જવાથી 78 લોકોના મોત, અધિકારીઓ મુજબ મૃત્યુઆંક વધી શકે છે

આ જગ્યાએ બોટ પલટી જવાથી 78 લોકોના મોત, અધિકારીઓ મુજબ મૃત્યુઆંક વધી શકે છે

10/04/2024 World

SidhiKhabar

SidhiKhabar

આ જગ્યાએ નાવ પલટી જવાથી 78 લોકોના મોત, અધિકારીઓ મુજબ મૃત્યુઆંક વધી શકે છે

મધ્ય આફ્રિકન દેશ કોંગોમાં ગુરુવારે કિવુ તળાવમાં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 78 લોકોના મોત થઇ ગયા છે. દક્ષિણ કિવુ પ્રાંતના ગવર્નર જીન-જેક્સ પુરુસીએ જણાવ્યું કે વિમાનમાં 278 લોકો સવાર હતા. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 78 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધી શકે છે. આ અગાઉ, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતાં વધુ મુસાફરો હતા. દેશના પૂર્વી ભાગમાં કિટુકૂ બંદરથી થોડાક મીટર દૂરી પર બોટ ડૂબી ગઇ હતી.

નાવે પોતાના બંદર સુધી પહોંચવાનું હતું, પરંતુ બોટ તેના ગંતવ્ય સ્થાને પહોંચેવાથી 100 મીટર અગાઉ ડૂબી ગઇ હતી. દુર્ઘટનાનો શિકાર થયેલી બોટ દક્ષિણ કિવુ પ્રાંતના મિનોવાથી ઉત્તર કિવુ પ્રાંતના ગોમા જઇ રહી હતી. ગોમાના કિનારે પહોંચતા જ બોટ અકસ્માતનો ભોગ બની અને ડૂબી ગઇ. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બોટ પહેલા એક તરફ નમી ગઇ છે અને પછી ડૂબી ગઇ છે.


અગાઉ પણ અકસ્માતો થયા છે

અગાઉ પણ અકસ્માતો થયા છે

આ અગાઉ જૂનમાં કોંગોની રાજધાની કિંશાસા પાસે એક બોટ ડૂબી જતા 80 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. જાન્યુઆરીમાં, 22 લોકો મૃત્યુ પામ્યા જ્યારે તેમની બોટ માઇ-નડોમ્બે તળાવમાં પલટી ગઇ. કોંગોમાં આવી ઘટનાઓ સામાન્ય છે. અહીં બોટ તેની ક્ષમતા કરતા વધુ લોકો અને સામાનથી ભરવામાં આવે છે.તો મુસાફરોને લાઇફ જેકેટ પણ આપવામાં આવતા નથી. એવામાં મોજા ઉછળતા બોટ પલટી જાય છે. ત્યારબાદ બચાવ કામગીરી મુશ્કેલ બની જાય છે. આ અકસ્માતમાં પણ આવું જ બન્યું હતું. બોટમાં ક્ષમતા કરતા વધુ સામાન હતો.

પહેલા પાણી શાંત હતું, પરંતુ પછીથી મોજા ઉછળવા લાગ્યા અને બોટ ડૂબી ગઇ. દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિએ કહ્યું કે પહેલા બધું શાંત હતું, પછી મોજાઓ ઊછળવા લાગ્યા અને બોટ નમી ગઇ. એવામાં, ઉપર બેઠા લોકોએ પાણીમાં કૂદવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આખી બોટ ડૂબી ગઇ. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ચોક્કસ સંખ્યા જાણવામાં ઓછામાં ઓછા 3 દિવસ લાગી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top