માછીમારોએ પકડી દુર્લભ માછલી, દેખાઇ જાય તો મચી જાય છે તબાહી, ગત વખત આવ્યો હતો ભૂકંપ!

માછીમારોએ પકડી દુર્લભ માછલી, દેખાઇ જાય તો મચી જાય છે તબાહી, ગત વખત આવ્યો હતો ભૂકંપ!

09/27/2024 World

SidhiKhabar

SidhiKhabar

માછીમારોએ પકડી દુર્લભ માછલી, દેખાઇ જાય તો મચી જાય છે તબાહી, ગત વખત આવ્યો હતો ભૂકંપ!

ઓસ્ટ્રેલિયામાં, બે માછીમારોએ એક એવી માછલી પકડી છે જે ખૂબ જ દુર્લભ છે અને તેને કયામતના દિવસ સાથે જોડીને જોવામાં આવે છે. આવા જીવો ઘણી સંસ્કૃતિઓ અને માન્યતાઓમાં જોવા મળે છે, જે વિનાશ સાથે સંકળાયેલા છે. આ જીવો ત્યારે જ દેખાય છે જ્યારે કોઇ આપત્તિ આવવાની હોય છે. વૈજ્ઞાનિકો આ કહાનીઓને માત્ર અફવાઓ ગણાવે છે, પરંતુ આવી માન્યતા ધરાવતા લોકો તેને ગંભીરતાથી લે છે. અમે જે માછલી વિશે વાત કરી રહ્યા છીએ તે અંગે ચીન જેવા દેશોમાં અનેક પ્રકારની કહાનીઓ પ્રચલિત છે. એવું કહેવાય છે કે જ્યારે તે દેખાય છે, ત્યારે પ્રલય આવવો નિશ્ચિત હોય છે. હવે આ માછલી ઓસ્ટ્રેલિયા ((Doomsday fish Australia)માં પકડાઇ છે.

ડેઇલી મેઇલ વેબસાઇટ અનુસાર, કર્ટિસ પીટરસન અને તેના મિત્રને ઓસ્ટ્રેલિયાના ટિવી આઇલેન્ડ નજીક એક વિશાળ ઓરફિશ મળી છે. તેમણે ફિશિંગ ઓસ્ટ્રેલિયા ટીવી નામના ફેસબુક પેજ પર આ માછલી સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ટાપુ ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય પ્રદેશમાં સ્થિત ડાર્વિનથી લગભગ 80 કિલોમીટર દૂર છે. ઓરફિશને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે કારણ કે તેઓ સમુદ્રની નીચે હજારો ફૂટ નીચે તરે છે.


માછલી 3000 ફૂટની ઊંડાઇમાં રહે છે

માછલી 3000 ફૂટની ઊંડાઇમાં રહે છે

ડેઇલી મેઇલના જણાવ્યા અનુસાર માછલી 3000 ફૂટની ઉંડાઇએ તરીને ઘણી વખત તેનો મૃતદેહ દરિયા કિનારે વહીને આવી જાય છે. આ છોકરાઓના હાથે ઓરફિશ પકડાવી હતી ખૂબ જ આશ્ચર્યજનક છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહી રહ્યા છે કે આ માછલીની તસવીર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવી છે.


છેલ્લીવાર દેખાયાના 2 દિવસ બાદ ભૂકંપ આવ્યો હતો.

છેલ્લીવાર દેખાયાના 2 દિવસ બાદ ભૂકંપ આવ્યો હતો.

આ માછલી 9-10 મીટર લાંબી થઇ જાય છે. તેનો આકાર સાપ જેવો છે, જેના કારણે પહેલાના સમયમાં તેને દરિયાઇ રાક્ષસ માનવામાં આવતી હતી. આ માછલીઓને ડૂમ્સડે ફિશ પણ કહેવામાં આવે છે. કારણ એ છે કે તેના દેખાવાને અપશુકન માનવામાં આવે છે. જાપાની માન્યતાઓમાં, તેને દરિયાઇ સાપ કહેવામાં આવતી હતી, તે જ્યારે દેખાય છે, ત્યારે ભૂકંપનું આવતો હતો. હાલમાં જ આ માછલી કેલિફોર્નિયાના બીચ પર આ માછલી જોવા મળી હતી. તેના દેખાવના બે દિવસ પછી શહેરમાં ભૂકંપ આવ્યો. વૈજ્ઞાનિકો માને છે કે આ માત્ર અંધશ્રદ્ધા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top