શેર માર્કેટની ત્સુનામીમાં કયા ભારતીય અબજપતિના કેટલા રૂપિયા ડૂબ્યાં?

શેર માર્કેટની ત્સુનામીમાં કયા ભારતીય અબજપતિના કેટલા રૂપિયા ડૂબ્યાં?

06/05/2024 Business

SidhiKhabar

SidhiKhabar

શેર માર્કેટની ત્સુનામીમાં કયા ભારતીય અબજપતિના કેટલા રૂપિયા ડૂબ્યાં?

શેર માર્કેટમાં મંગળવારે આવેલી ત્સુનામીમાં ભારતીય અબજપતિ (Indian Billionaire)ઓની ઘણી સંપત્તિ ડૂબી ગઈ. સૌથી વધુ નુકસાન ગૌતમ અદાણીને થયું. એક દિવસ અગાઉ અડણીએ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી અમીરનો દરજ્જો હાંસલ કર્યો હતો. અંબાણીને પણ ભારે નુકસાન થયું છે. આ બંને દિગ્ગજો સિવાય જે અબજપતિઓ માટે મંગળવાર અમંગલ સાબિત થયો તેમાં સાવિત્રી જિંદલ, કે.પી. સિંહ, સુનિલ મિત્તલ, કુમાર મંગલમ બિડલા, મંગલ પ્રભાત છે.


ગૌતમ અદાણીએ 24.9 અબજ ડોલર ગુમાવ્યા

ગૌતમ અદાણીએ 24.9 અબજ ડોલર ગુમાવ્યા

દુનિયાના અબજપતિઓમાં મંગળવારે સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા ટોપ-10માંથી 8 બિલેનિયર ભારતના છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઇંન્ડેક્સની હાલની લિસ્ટ મુજબ, ગૌતમ અદાણી (Gautam Adani) 24.9 અબજ ડોલર ગુમાવીને ટોપ લૂઝર છે. તેમની સંપત્તિ હવે 97.5 અબજ ડોલર રહી ગઈ છે. મંગળવારે સંપત્તિ ગુમાવવામાં આખી દુનિયમાં બીજા નંબર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી (Mukesh Ambani) છે. તેમના નેટવર્થમાં 8.99 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે.


સાવિત્રી જિંદલની સંપત્તિમાં 3.58 અબજ ડોલરનો ઘટાડો:

સાવિત્રી જિંદલની સંપત્તિમાં 3.58 અબજ ડોલરનો ઘટાડો:

ત્રીજા નંબર પર ભારતના સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદલ છે. તેમની સંપત્તિમાં 3.58 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. હવે તેમનું નેટવર્થ 30.50 અબજ ડોલર રહી ગયું છે. ચોથા નંબર પર અમેરિકન રોકાણકાર વોરેન બાફેટ છે, જેમની સંપત્તિમાં 2.94 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.


સુનિલ મિત્તલે 1.68 અબજ ડોલર ગુમાવ્યા:

સુનિલ મિત્તલે 1.68 અબજ ડોલર ગુમાવ્યા:

દુનિયાના 120 નંબરના અમીર કે.પી. સિંહને મંગળવારે 2.42 અબજ ડોલરનો ઝટકો લાગ્યો. તેમની સંપત્તિ માત્ર 16.8 અબજ ડોલર રહી ગઈ છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સુનિલ મિત્તલે મંગળવારે 1.68 અબજ ડોલર ગુમાવ્યા. તેમની પાસે હવે માત્ર 19.9 અબજ ડોલરની સંપત્તિ છે. કુમાર બિડલાની સંપત્તિમાં 1.52 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. મંગળ પ્રભાત લોઢાને 1.18 અબજ ડોલરનું નુકસાન થયું છે.


અદાણી ગ્રુપને સૌથી વધુ નુકસાન:

અદાણી ગ્રુપને સૌથી વધુ નુકસાન:

અદાણી પોર્ટ્સ: 21.40 ટકા

અદાણી એન્ટરપ્રાઈઝિસ: 19.13 ટકા

અદાણી પોર્ટ્સ 20 ટકા

અદાણી એનર્જી 19.80 ટકા

અદાણી પાવર 19.76 ટકા

અંબુજા સિમેન્ટ્સ 19.20 ટકા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top