GST માળખાના આ મોટા ફેરફારથી લોકોની દિવાળી સુધરશે કે કેમ? જાહેર જનતાને શું ફાયદો? જાણો વિગતો.

GST માળખાના આ મોટા ફેરફારથી લોકોની દિવાળી સુધરશે કે કેમ? જાહેર જનતાને શું ફાયદો? જાણો વિગતો.

08/18/2025 Business

SidhiKhabar

SidhiKhabar

GST માળખાના આ મોટા ફેરફારથી લોકોની દિવાળી સુધરશે કે કેમ? જાહેર જનતાને શું ફાયદો? જાણો વિગતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 79માં સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી જીએસટીના દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેણે લઈને GST માળખામાં મોટા ફેરફારની તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્ર સરકારે જીએસટીના દરોને વધુ સરળ બનાવવા તેમાં સુધારો કરવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરી દીધો છે. જીએસટીના નવા દરો અને સ્લેબમાં ફેરફારોની જાહેરાત દિવાળી સુધી થઈ શકે છે. સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી તેને સરળ બનાવવા તેમજ ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવી લોકોના ખિસ્સા પરથી બોજો ઘટાડવાનો સંકેત આપ્યો છે. તેમજ એમએસએમઈને પણ લાભ મળશે.


રાજકોષિય ખાધની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે

રાજકોષિય ખાધની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે

જેના વિશે નાણા મંત્રાલયે પણ સંકેત આપ્યો છે કે, આગામી સમયમાં જીએસટી સ્લેબ ૪ માંથી ઘટાડી બે કરવામાં આવશે. હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 24 ટકા એમ કુલ ચાર જીએસટી સ્લેબ લાગુ છે. ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર, ફક્ત 5-7 વસ્તુઓ પર જ મહત્તમ 40% સુધી GST વસૂલવામાં આવશે. જેનો સીધો લાભ ખેડૂતો, મહિલાઓ, મધ્યમ વર્ગ સહિતના તમામ લોકોને મળશે. સરકારનું જીએસટી કલેક્શન જીએસટી લાગુ થયાના આઠ વર્ષમાં દરમહિને લગભગ 2 લાખ કરોડથી વધ્યું છે.

નવા માળખામાં વર્તમાન 28% ટેક્સ બ્રેકેટમાં આવતી મોટાભાગની વસ્તુઓને 18% સ્લેબમાં આવરી લેવાશે, જ્યારે 12% સ્લેબમાં આવતી વસ્તુઓ 5% ટેક્સ સ્લેબમાં લેવાશે. સામાન્ય માણસના જરૂરિયાતની અને દૈનિક ઉપયોગની વસ્તુઓ પર 5% GST લાગશે. જ્યારે તમાકુ પ્રોડક્ટસ પર 40% GST લાગશે. ટૂંકમાં, GSTમાં ફક્ત બે મુખ્ય દર 5% અને 18% જોવા મળશે, જ્યારે 12% અને 28%ના દરને દૂર કરવાની વાત ચાલી રહી છે. સ્પેશિયલ રેટ અમુક પસંદગીના ગુડ્સ એન્ડ સર્વિસિઝ માટે લાગુ થશે. વધુમાં કમ્પેસેશન સેસ ઘટાડી રાજકોષિય ખાધની સ્થિતિમાં સુધારો કરવામાં આવશે. જે જીએસટી માળખાને વધુ તાર્કિક બનાવવામાં મદદરૂપ બનશે.


પેટ્રોલિયમ પ્રોડક્ટસને GSTના દાયરામાં લાવવાનો પ્રયાસ નથી

પેટ્રોલિયમ પ્રોડક્ટસને GSTના દાયરામાં લાવવાનો પ્રયાસ નથી

જો કે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટસને GSTના દાયરામાં લાવવાનો કોઈ પ્રસ્તાવ આપ્યો નથી.તેમજ  ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી પર GST દર 40 ટકા વધારવામાં આવશે. કારણ કે, 28 ટકાનો દર દૂર કરવાનો પ્રસ્તાવ છે. વીમા પર 0-5 ટકા GST લાદવાનો પ્રસ્તાવ છે, જ્યારે મોટાભાગની સેવાઓ પર પહેલાની જેમ 18 ટકા GST ચાલુ રહેશે. અને સિમેન્ટ પર GST 28 ટકાથી ઘટીને 18 ટકા થઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હવે GSTમાં તમામ દરો સામાન્ય સમજના આધારે નક્કી કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top