શું CEC જ્ઞાનેશ કુમારે રાહુલ ગાંધીના ‘બોમ્બ’ને ડિફ્યૂઝ કરી દીધો? જણાવ્યું- એક વ્યક્તિની 2 કે પછ

શું CEC જ્ઞાનેશ કુમારે રાહુલ ગાંધીના ‘બોમ્બ’ને ડિફ્યૂઝ કરી દીધો? જણાવ્યું- એક વ્યક્તિની 2 કે પછી તેથી વધુ EPIC ID કેવી રીતે હોય છે

08/18/2025 National

SidhiKhabar

SidhiKhabar

શું CEC જ્ઞાનેશ કુમારે રાહુલ ગાંધીના ‘બોમ્બ’ને ડિફ્યૂઝ કરી દીધો? જણાવ્યું- એક વ્યક્તિની 2 કે પછ

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે રવિવારે જણાવ્યું હતું કે ડુપ્લિકેટ EPIC 2 રીતે થઈ શકે છે. પ્રથમ, ધારો કે કોઈ વ્યક્તિ પશ્ચિમ બંગાળમાં છે, તેનો એક EPIC નંબર છે અને કોઈ બીજી વ્યક્તિ હરિયાણામાં છે, પરંતુ તેનો EPIC નંબર પણ એક જ છે; જ્યારે માર્ચ 2025ની આસપાસ આ પ્રશ્ન ઉભો થયો, ત્યારે અમે તેની ચર્ચા કરી અને દેશભરમાં તેનો ઉકેલ લાવ્યો. આવા લગભગ 3 લાખ લોકો મળી આવ્યા, જેમના EPIC નંબર સમાન હતા, એટલે તેમના EPIC નંબર બદલી દેવામાં આવ્યા.


CEC જ્ઞાનેશ કુમાર રાહુલ ગાંધી અને વિપક્ષના આરોપોનો જવાબ આપી રહ્યા હતા

CEC જ્ઞાનેશ કુમાર રાહુલ ગાંધી અને વિપક્ષના આરોપોનો જવાબ આપી રહ્યા હતા

બીજા પ્રકારનું ડુપ્લિકેશન ત્યારે થાય છે જ્યારે એક જ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં એક કરતા વધુ જગ્યાએ હોય અને તેમના EPIC નંબર અલગ હોય. એટલે કે, એક વ્યક્તિ, ઘણા EPIC. તેઓ એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી પક્ષો દ્વારા મતદાર યાદી અંગે લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપી રહ્યા હતા. પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું કે, ‘2003 અગાઉ, જો કોઈ વ્યક્તિ પોતાનું નામ જૂની જગ્યાએથી દૂર કરવા માગતો હતો, તો ચૂંટણી પંચ પાસે એવી કોઈ વેબસાઇટ નહોતી જ્યાં બધો ડેટા એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય. તેથી, ટેકનિકલ સુવિધાઓના અભાવે 2003 પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરનારાઓના નામ ઘણી જગ્યાએ જોડાઈ ગયા હતા.’


આવા ખોટા આરોપોથી ચૂંટણી પંચ ડરતું નથી

આવા ખોટા આરોપોથી ચૂંટણી પંચ ડરતું નથી

તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે આજે જ્યારે વેબસાઇટ છે, કમ્પ્યુટર છે, તો પછી પસંદગીપૂર્વક નામ કેમ દૂર કરી શકાતું નથી? આ અંગે, કમિશનનું કહેવું છે કે ચૂંટણી પંચ મતદારો સાથે ખડકની જેમ ઊભું છે. જો આ કામ ઉતાવળમાં કરવામાં આવે છે, તો કોઈપણ મતદારનું નામ ખોટી રીતે કાઢી શકાય છે. તમારી જગ્યાએ બીજા કોઈનું નામ કાઢી શકાય છે. જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘કેટલાક મતદારોએ ડબલ વોટિંગના આરોપો લગાવ્યા છે. જોકે, જ્યારે પુરાવા માગવામાં આવ્યા ત્યારે કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. આવા ખોટા આરોપથી ન તો ચૂંટણી પંચ ડરે છે કે ન તો કોઈ મતદાર ડરે છે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top