કાળજું કંપાવતો 'પતિ, પત્ની ઓર વો' વાળો કિસ્સો ફરી આવ્યો સામે! વાદળી ડ્રમમાં મૃતદેહ પર મીઠું ભભર

કાળજું કંપાવતો 'પતિ, પત્ની ઓર વો' વાળો કિસ્સો ફરી આવ્યો સામે! વાદળી ડ્રમમાં મૃતદેહ પર મીઠું ભભરાવી....જાણો વિગતો.

08/18/2025 National

SidhiKhabar

SidhiKhabar

કાળજું કંપાવતો 'પતિ, પત્ની ઓર વો' વાળો કિસ્સો ફરી આવ્યો સામે! વાદળી ડ્રમમાં મૃતદેહ પર મીઠું ભભર

રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના તિજારા વિસ્તારમાં ભાડાના મકાનની છત પર રાખેલા વાદળી ડ્રમમાંથી એક પુરુષનો સડેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાનો ખુલાસો થતાં સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. જો કે પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ છે. આ વર્ષની શરૂઆતમાં યુપીના મેરઠમાં થયેલા એક ભયાનક હત્યાકાંડ સાથે આ ઘટનાની સરખામણી થઈ રહી છે. જેમાં મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. અને તેના શરીરના ટુકડા કરી વાદળી ડ્રમમાં સિમેન્ટથી જમાવી દીધા હતા.


મૃતદેહ પર મીઠું ભભરાવવામાં આવ્યું

મૃતદેહ પર મીઠું ભભરાવવામાં આવ્યું

ડ્રમમાંથી મળી આવેલ મૃતદેહ પર મીઠું ભભરાવવામાં આવ્યું હતું. જેથી તે લાશ ઝડપથી સડી જાય. મૃતકની ઓળખ હંસરાજ ઉર્ફે સૂરજ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશનો વતની હતો. તે એક ઈંટના ભઠ્ઠામાં નોકરી કરતો હતો. સૂરજ લગભગ દોઢ મહિના પહેલા તેની પત્ની અને ત્રણ બાળકો સાથે અહીં ભાડાના મકાન પર રહેવા આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, મૃતકની પત્ની અને બાળકો આ ઘટના પ્રકાશમાં આવી તે પહેલાથી ગુમ છે. જો કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી. પોલીસ ઘટના સ્થળેથી તમામ પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે લાશ ડ્રમની અંદર કેટલા સમયથી હતી? અથવા હત્યા પાછળનો હેતુ શું છે? પોલીસ હાલમાં હંસરાજના પરિવારને શોધી રહી છે. અને તમામ ખૂણાઓની તપાસ કરી રહી છે.


મૃતકની પત્ની પર પોલીસને શંકા

મૃતકની પત્ની પર પોલીસને શંકા

આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી, જ્યારે ઘરની મકાનમાલિક કોઈ કામ અર્થે ઉપરના મળે ગઈ હતી, જ્યાં તેને તીવ્ર ગંધ આવતા ગભરાઈને પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ઘટના સ્થળ પર પહોંચતા છત પરથી એક સીલબંધ વાદળી ડ્રમ મળ્યો હતો. કદાચ દુર્ગંધ દબાવવા માટે તેના પર એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. અને આ ડ્રમમાં મૃતકની લાશને મીઠું ભભરાવી સંતાડવામાં આવી હતી. પોલીસને શંકા માત્ર છે કે, આ સમગ્ર હત્યા પાછળ સૂરજની પત્ની અને જીતેન્દ્રનો હાથ હોઈ શકે છે. કેમકે મૃતકની પત્ની, ત્રણ બાળકો અને મકાનમાલિકનો દીકરો જીતેન્દ્ર શનિવાર (૧૬ ઓગસ્ટ) થી ગુમ છે. જોકે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top