રાજદૂત સંજય વર્માએ જણાવ્યું ભારત-કેનેડા સંબંધોમાં તિરાડ માટે કોણ જવાબદાર?

રાજદૂત સંજય વર્માએ જણાવ્યું ભારત-કેનેડા સંબંધોમાં તિરાડ માટે કોણ જવાબદાર?

10/22/2024 World

SidhiKhabar

SidhiKhabar

રાજદૂત સંજય વર્માએ જણાવ્યું ભારત-કેનેડા સંબંધોમાં તિરાડ માટે કોણ જવાબદાર?

કેનેડામાં ભારતના હાઇ કમિશનર રહી ચૂકેલા સંજય કુમાર વર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર રાજકીય લાભ માટે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને બગાડવાનો આરોપ લગાવ્યો છે. ભારત-કેનેડા વિવાદની શરૂઆતથી જ બંને દેશો એક-બીજા પર આરોપ લગાવી રહ્યા છે. તાજેતરના વિવાદનું કારણ કેનેડા સરકારનું નિવેદન છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દૂતાવાસના અધિકારીઓ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં પર્સન ઓફ ઇન્ટરેસ્ટ છે.

એવું કહેવામાં આવ્યું હતું કે આ નિવેદન દ્વારા જસ્ટિન ટ્રુડોની સરકારે આરોપ લગાવ્યો છે કે કેનેડા સ્થિત ભારતીય અધિકારીઓએ નિજ્જર હત્યા કેસમાં ભૂમિકા ભજવી હોઇ શકે છે. ત્યારબાદ ભારતે આકરી પ્રતિક્રિયા આપી અને પોતાના રાજદૂત સંજય કુમાર અને અન્ય અધિકારીઓને પાછા બોલાવી લીધા.

ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, સંજય વર્માએ કેનેડિયન બ્રોડકાસ્ટર CTVને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેનેડાએ અત્યાર સુધી જે પ્રથા હતી તેનું પાલન કર્યું નથી. પહેલા પુરાવા આપવા જોઇએ, પરંતુ ટ્રુડોએ સંસદમાં ઊભા થઇને કંઇક એવી વાત કરવાનું નક્કી કર્યું કે જેના માટે તેમણે પોતે કહ્યું કે તેમની પાસે કોઇ નક્કર પુરાવા નથી. ટ્રુડોએ જે દિવસે એમ કર્યું તે દિવસથી તેમણે ખાતરી કરી દીધી હતી કે ભારત સાથે કેનેડાના દ્વિપક્ષીય સંબંધો માત્ર નીચે તરફ જશે.


તમે ગુપ્ત જાણકારી આધારે કોઇ સંબંધને ખતમ કરવા માગતા હો, તો એમ કરતા રહો

તમે ગુપ્ત જાણકારી આધારે કોઇ સંબંધને ખતમ કરવા માગતા હો, તો એમ કરતા રહો

સંજય વર્મા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાની સંસદમાં જસ્ટિન ટ્રુડોના ભાષણનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ટ્રુડોએ 'ભારત સરકારના એજન્ટો' પર કેનેડિયન નાગરિક નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ભારતને કોઇ પુરાવા આપ્યા નથી. ટ્રુડોએ 16 ઓક્ટોબરે તપાસમાં પણ આ વાત સ્વીકારી હતી. સમસ્યા એ છે કે જ્યારે તેમણે આરોપો મૂક્યા ત્યારે તેમણે પોતે જ સ્વીકાર્યું કે કોઇ નક્કર પુરાવા નથી. માત્ર ગુપ્ત જાણકારી હતી. જો તમે ગુપ્ત જાણકારી આધારે કોઇ સંબંધને ખતમ કરવા માગતા હો, તો એમ કરતા રહો.

સંજય વર્માએ કહ્યું કે, કેનેડા દ્વારા જે પુરાવા આપવામાં આવી રહ્યા છે તે માત્ર અફવા છે. મને ખાતરી છે કે તેઓ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પાસે જઇને અફવાઓ વિશે પૂછે છે. તેમાંથી મોટાભાગના ખાલિસ્તાન સમર્થક અથવા ભારત વિરોધી તત્વો છે. એ દિવસો જતા રહ્યા, જ્યારે તથા કથિત વિકાસિત દેશો વિકાસશીલ દેશને કહેશે કે તમારે આ કરવું પડશે, અને તેઓ તેમની પાછળ દોડશે અને કરશે. અમે કાયદાના શાસનવાળા દેશ છીએ. કેનેડાની જેમ, અમે પણ છીએ. કાયદાના શાસન હેઠળનો દેશ હોવાનો ગર્વ કરે છે. તો શું તમે અમને પોતાની કાનૂની પ્રક્રિયા માટે યોગ્ય પુરાવા નહીં આપો?


મને માફ કરશો કે તેઓ જાણતા નથી કે આંતરરાષ્ટ્રીય સંબંધો શું હોય છે

મને માફ કરશો કે તેઓ જાણતા નથી કે આંતરરાષ્ટ્રીય સંબંધો શું હોય છે

ઇન્ટરવ્યૂમાં વર્માએ કહ્યું કે તેઓ અને તેમના સાથીદારો કેનેડામાં ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી તત્વો પર નજર રાખી રહ્યા હતા, પરંતુ તેના માટે કોઇ ગુપ્ત પદ્ધતિ અપનાવી રહ્યા નથી. જો કેનેડિયન રાજકારણીઓ એટલા નવા નિશાળિયા છે કે તેઓ ઇચ્છે છે કે હું એ ન જાણું ખ કે મારા દુશ્મનો અહીં શું કરી રહ્યા છે, તો મને માફ કરશો કે તેઓ જાણતા નથી કે આંતરરાષ્ટ્રીય સંબંધો શું હોય છે. હું એવા દેશોને જાણું છું જેમણે વિદેશી ધરતી પર ન્યાયેત્તર હત્યાઓ કરી છે. તેમાંથી કેટલાક G-7 દેશો પણ છે. તેથી આ વિશે વાત ન કરવી જોઇએ. તેમાં બેવડા ધોરણો ન હોવા જોઇએ.

વર્માએ એમ પણ જણાવ્યું કે કેનેડામાં માહિતી એકત્ર કરવાનું તેમનું મિશન કેવી રીતે ચાલ્યું. અમે અખબારો વાંચતા હતા. અમે ખાલિસ્તાન તરફી જૂથોના નિવેદનો વાંચતા હતા. અમે પંજાબી સમજીએ છીએ, અમે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ વાંચી અને તેમનો અર્થ સમજવાનો પ્રયાસ કર્યો. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને એટલે તેઓ કોઇ પણ દેશમાં ન્યાય વિરુદ્ધ હત્યા ન કરવા માટે પ્રતિબદ્ધ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top