કાશ્મીર પર ઝેર ઓકનાર એર્દોગન હવે UNમાં આમ નથી ચૂપ, તુર્કી માટે ભારત કેમ બની ગયું છે ખૂબ જરૂરી?

કાશ્મીર પર ઝેર ઓકનાર એર્દોગન હવે UNમાં આમ નથી ચૂપ, તુર્કી માટે ભારત કેમ બની ગયું છે ખૂબ જરૂરી?

09/27/2024 World

SidhiKhabar

SidhiKhabar

કાશ્મીર પર ઝેર ઓકનાર એર્દોગન હવે UNમાં આમ નથી ચૂપ, તુર્કી માટે ભારત કેમ બની ગયું છે ખૂબ જરૂરી?

તુર્કી કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં પાકિસ્તાનનું સમર્થન આપતું રહ્યું છે. તુર્કીએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સાથે આ આંતરરાષ્ટ્રીય મંચ પર હંમેશાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યૂં છે. પરંતુ 2019 બાદ પહેલીવાર તુર્કીએ કાશ્મીર પર મૌન જાળવી રાખ્યું છે. વાસ્તવમાં તે BRICS સમૂહનો સભ્ય બનવા માંગે છે અને ભારત પહેલાથી જ આ સમૂહનો સભ્ય છે. આવી સ્થિતિમાં તેને BRICSમાં પ્રવેશવા માટે ભારતના સમર્થનની જરૂર છે.

રશિયા ભલે BRICSમાં તુર્કીના પ્રવેશની તરફેણમાં હોય, પરંતુ ભારત ઇચ્છે તો જ તેનો પ્રવેશ થઇ શકે છે. તેથી, ભારતની તરફેણ કરવા માટે તુર્કીએ UNમાં કાશ્મીર પર મૌન જાળવી રાખ્યું. તેનાથી કોઇને ફાયદો થાય કે ન થાય, પાકિસ્તાનને ચોક્કસ નુકસાન થયું છે. તે પણ થોડું નહીં પણ વધારે પડતું. જ્યારે પાકિસ્તાનને આ વાતની ખબર પડી, ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગયું કે તુર્કી તેની સાથે આવું કેમ કરી શકે છે.


રશિયા આપી રહ્યું છે તુર્કીને સમર્થન

રશિયા આપી રહ્યું છે તુર્કીને સમર્થન

BRICSમાં સામેલ થવા માટે રશિયા ચોક્કસપણે તુર્કીને સમર્થન આપી રહ્યું છે, પરંતુ રશિયા એ પણ જાણે છે કે ભારતના સમર્થન વિના તે શક્ય નથી. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને બુધવારે જણાવ્યું હતું કે તેઓ તેમને આશા છે કે એર્દોગન આગામી મહિને રશિયામાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેશે, કારણ કે તુર્કીએ ઉભરતી અર્થવ્યવસ્થાઓના સમુહમાં સામેલ થવાનો અનુરોધ કર્યો છે.


તુર્કીની ઇચ્છા

તુર્કીની ઇચ્છા

વર્ષ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પોતાના ભાષણમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો નહોતો. તેમણે ન્યૂયોર્કમાં 79મી UN જનરલ એસેમ્બલીમાં તેમના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, અમે BRICS સાથેના અમારા સંબંધો વિકસાવવાની અમારી ઇચ્છા બનાવી રાખીએ છીએ, જે ઉભરતી અર્થવ્યવસ્થાઓને એકસાથે લાવે છે.


BRICS શું છે?

BRICS શું છે?

BRICS એ 5 ઉભરતી અર્થવ્યવસ્થાઓનું સમૂહ છે: બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. વર્ષ 2001માં ગોલ્ડમૅન સૅશ દ્વારા પ્રસ્તાવિત વિશ્વના વિવિધ પ્રદેશોના આ 5 ઉભરતા દેશોના પ્રસ્તાવિત આ સમૂહને વૈશ્વિક સત્તાવાર વૈશ્વિક શક્તિ પરિવર્તનના કેન્દ્રના રૂપમાં જોવામાં આવે છે. તેનું મુખ્ય મથક શાંઘાઇ (ચીન)માં છે. BRICS દેશો એક સંગઠન તરીકે કાર્ય કરે છે જે સભ્ય દેશો વચ્ચે આર્થિક સહયોગને આગળ વધારવા અને વિશ્વમાં તેમની આર્થિક અને રાજકીય સ્થિતિને વધારવાનો પ્રયાસ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top