શું તમે પણ કન્ફ્યુંજ છો કે રામ નવમી ક્યારે ઉજવાશે? તો જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધ

શું તમે પણ કન્ફ્યુંજ છો કે રામ નવમી ક્યારે ઉજવાશે? તો જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્ત્વ..!

04/15/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

શું તમે પણ કન્ફ્યુંજ છો કે રામ નવમી ક્યારે ઉજવાશે? તો જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધ

Ram Navmi : સનાતન ધર્મમાં ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમનું બિરુદ આપવામાં આવ્યું છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મના લોકો માટે રામ નવમીનો તહેવાર ખૂબ જ ખાસ છે. વૈદિક પંચાંગ અનુસાર, રામ નવમીનો પર્વ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં વિધિ વિધાનથી ભગવાન રામની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ.


રામ નવમી 2024 નું શુભ મુહૂર્ત

રામ નવમી 2024 નું શુભ મુહૂર્ત

હિન્દી પંચાંગ મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ 16 એપ્રિલે બપોરે 01:23 વાગ્યાથી શરૂ થઈ રહી છે જે બીજા દિવસે એટલે કે 17મી એપ્રિલે બપોરે 03:15 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, રામ નવમીનો પર્વ 17 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે.

આ વર્ષે ભગવાન રામની પૂજા કરવાનું શુભ મુહૂર્ત 17 એપ્રિલે સવારે 11:03 વાગ્યાથી 01:38 વાગ્યા સુધી રહેશે. ભગવાન રામની પૂજા માટે ભક્તોને 2 કલાક 35 મિનિટનો સમય મળશે.રામ નવમી પર 12:20 વાગ્યા પછી એટલે કે મધ્યાહ્નનું મુહૂર્ત. વિજય મુહૂર્ત - બપોરે 02:34 વાગ્યા થી 03:24 વાગ્યા સુધી. ગોધૂલિ મુહૂર્ત - સાંજે 06:47 વાગ્યાથી 07:09 વાગ્યા સુધી.


રામ નવમી 2024 પૂજા વિધિ

રામ નવમી 2024 પૂજા વિધિ

રામ નવમીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.ત્યારબાદ પૂજા સ્થળને સાફ કરો અને વ્રતનો સંકલ્પ લો.આ પછી ભગવાન રામની પૂજા શરૂ કરો.ભગવાન રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને ભગવાન હનુમાનની મૂર્તિઓને સ્વચ્છ કપડા પર સ્થાપિત કરો.આ પછી ષોડશોપચાર વિધિથી ચંદન, રોલી, ધૂપ, ફૂલ, માળા, અત્તર વગેરેથી એક પછી એક બધાની પૂજા કરો.

હવે ભગવાન રામની પૂજામાં ગંગા જળ ચઢાવો અને સાથે કમળના ફૂલ અને તુલસીના પાન પણ ચઢાવો. -આ સિવાય બે-ત્રણ પ્રકારના ફળ, મીઠાઈ અને ફૂલ ચઢાવો.હવે શ્રદ્ધા અનુસાર રામાયણ, રામચરિતમાનસ અને રામરક્ષાસ્તોત્રનો પાઠ કરો.અંતમાં ભગવાન રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને હનુમાનજીની આરતી કરો.પૂજા પછી બધાને પ્રસાદ વહેંચો.


રામ નવમીનું મહત્વ

રામ નવમીનું મહત્વ

દર વર્ષે સનાતન ધર્મમાં રામ નવમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. અયોધ્યાના રાજા દશરથના ઘરે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન રામનો જન્મ થયો હતો. જે તેમના જ્યેષ્ઠ પુત્ર કહેવાયા. માન્યતા છે કે ભગવાન રામે રાવણનો વધ કરવા માટે જન્મ લીધો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top