કેપ્ટન ધોની ચેન્નાઈના ખેલાડીઓ પર ગુસ્સે થયો, હાર માટે કોને ઠેરવ્યા જવાબદા? બનાવ્યો આ શરમજનક રેક

કેપ્ટન ધોની ચેન્નાઈના ખેલાડીઓ પર ગુસ્સે થયો, હાર માટે કોને ઠેરવ્યા જવાબદા? બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

04/12/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

કેપ્ટન ધોની ચેન્નાઈના ખેલાડીઓ પર ગુસ્સે થયો, હાર માટે કોને ઠેરવ્યા જવાબદા? બનાવ્યો આ શરમજનક રેક

શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 8 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPl)ના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું જ્યારે ધોનીની આગેવાની હેઠળની ટીમ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે સતત 3 મેચ હારી ગઈ. આ સીઝનમાં પાંચ વખતની IPL ચેમ્પિયન CSKનો આ સતત પાંચમો પરાજય હતો.


ધોનીએ હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા

ધોનીએ હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા

આ મેચમાં, ઋતુરાજ ગાયકવાડ ઇજાગ્રસ્ત થયા બાદ ધોનીએ ટીમની કમાન સંભાળી. ધોની હવે સમગ્ર IPL સીઝન માટે ટીમનું નેતૃત્વ કરશે. આ મેચમાં ચેન્નાઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને  103 રન બનાવ્યા હતા. કોલકાતાએ માત્ર 10.1  ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું, જેના કારણે 5 વખતની ચેમ્પિયન ટીમને IPLના ઇતિહાસમાં બાકી રહેલા બોલના સંદર્ભમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની કારમી હારથી નિરાશ દેખાતો હતો. તેણે આ હાર માટે પોતાના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા. તો, ધોનીએ એમ પણ કહ્યું કે નિરાશ થવાની જરૂર નથી, પરંતુ આગામી IPL મેચોમાં વધુ સારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ CSKને KKRએ પૂરી રીતે ધ્વસ્ત કરી નાખી. પાવર પ્લેમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 2 વિકેટે માત્ર 31 રન બનાવી શકી હતી. આ હાર બાદ ચેન્નાઈની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.

મેચ બાદ ધોનીએ કહ્યું કે, કેટલીક રાતો એવી રહી છે જ્યારે અમે સારું પ્રદર્શન કરી શક્યા નથી, પડકાર હંમેશાં રહે છે, આપણે પડકાર સ્વીકારવો પડશે. આજે મને લાગ્યું કે અમારી પાસે પૂરતા રન નહોતા. ચેપોકમાં પણ એવું જ થયું, જ્યારે અમે બીજી ઇનિંગમાં બોલિંગ કરી રહ્યા હતા ત્યારે બોલ થોડો અટકીને આવ્યો, આજે પહેલી ઇનિંગમાં પણ એવું જ થયું. જ્યારે તમે ઘણી બધી વિકેટ ગુમાવો છો, ત્યારે દબાણ હોય છે.


..તો થોડું મુશ્કેલ હશે, કેપ્ટન ધોનીએ આવું કેમ કહ્યું?

..તો થોડું મુશ્કેલ હશે, કેપ્ટન ધોનીએ આવું કેમ કહ્યું?

આ દરમિયાન ધોનીએ એમ પણ કહ્યું કે, અમારી ટીમ તરફથી કોઈ ભાગીદારી ન થઈ. પરિસ્થિતિ પર નજર રાખવી મહત્ત્વપૂર્ણ છે. IPLમાં કેટલીક મેચોમાં અમારું પ્રદર્શન સારું રહ્યું છે. તમારે તમારી તાકાત પર વિશ્વાસ રાખવો જોઈએ, અને એવા શોટ રમવા જોઈએ જે તમે રમી શકો, બીજા કોઈની જેમ કરવાનો પ્રયાસ ન કરો. અમારા ઓપનિંગ બેટ્સમેન સારા છે. તેઓ શુદ્ધ ક્રિકેટ શોટ્સ રમે છે. તેઓ સ્લોગ બેટિંગ કરતા નથી, કે લાઇન પાર રમવાનો પ્રયાસ કરતા નથી. સ્કોરકાર્ડ જોઈને હતાશ થવું મહત્ત્વપૂર્ણ છે. અમે અમારી લાઇનઅપ સાથે (પાવરપ્લેમાં) 60 રન બનાવવાનો પ્રયાસ કરીશું તો તે અમારા માટે ખૂબ મુશ્કેલ બનશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top