‘ચા’માં ભેળવી દીધી ઊંઘની દવા અને પછી કળિયુગની પુત્રીએ પ્રેમી સાથે મળીને પિતાની પતાવી દીધો
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાંથી સંબંધોને તારતાર કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક પુત્રીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પિતાની હત્યા કરી દીધી. આ મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને કેસની તપાસ શરૂ કરી. આ સમગ્ર મામલો પન્ના જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામજુપુર ગામનો છે. ગામના રહેવાસી રામકેશ યાદવનો મૃતદેહ તેના ઘરના આંગણામાં લોહીથી લથપથ મળી આવ્યો હતો. રામકેશની કુહાડીથી ઘા કરીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસે કેસની તપાસ શરૂ કરી, ત્યારે રામકેશની પુત્રી શંકાના દાયરામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે રામકેશની પુત્રીનું પંચમપુર ગામના રહેવાસી રાજૂ ડુમાર સાથે લગભગ 3 વર્ષથી અફેર હતું. જ્યારે પિતા રામકેશને આ વાતની ખબર પડી, ત્યારે તેણે પોતાની પુત્રીને ધમકી આપી કે જો તે રાજૂને મળશે તો તે તેને મારી નાખશે. આ વાતથી ગુસ્સે થઈને, પુત્રીએ પોતાના પ્રેમી રાજુ સાથે મળીને પોતાના પિતાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું.
યોજના મુજબ, 8 એપ્રિલની રાત્રે, પુત્રીએ ચામાં ઊંઘની દવા ભેળવીને પિતાને પીવડાવી દીધી. જ્યારે રામકેશ બેભાન થઈ ગયો, ત્યારે તેણે પોતાના પ્રેમી રાજૂને ફોન કરીને ઘરે બોલાવ્યો. રાજૂ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો અને બહાર ઉભેલી પોતાની ગર્લફ્રેન્ડની સામે જ રામકેશની કુહાડીથી હત્યા કરી દીધી. આરોપી રાજુએ આપેલી માહિતીના આધારે પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી જપ્ત કરી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp