ઔરંગઝેબની કબરનો વિવાદ પહોંચ્યો UN, મુઘલ બાદશાહના વંશજે પત્ર લખી કરી આ માગ

ઔરંગઝેબની કબરનો વિવાદ પહોંચ્યો UN, મુઘલ બાદશાહના વંશજે પત્ર લખી કરી આ માગ

04/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઔરંગઝેબની કબરનો વિવાદ પહોંચ્યો UN, મુઘલ બાદશાહના વંશજે પત્ર લખી કરી આ માગ

અંતિમ મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફરના વંશજ હોવાનો દાવો કરનાર એક વ્યક્તિએ સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. સંયુક્ત નેશન્સ (UN)ને લખેલા પત્રમાં, વ્યક્તિએ ઔરંગઝેબની કબરનો ઉલ્લેખ કરતા સુરક્ષાની માગ કરી છે. ઔરંગઝેબની કબર સાથે સંબંધિત વિવાદ તાજેતરના ખૂબ ચર્ચામાં રહ્યો છે. ગયા મહિને નાગપુરમાં ઔરંગઝેબની કબર હટાવવાની માગણી સાથે યોજાયેલી રેલી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઔરંગઝેબની કબર છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલ્દાબાદમાં આવેલી છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લો અગાઉ ઔરંગાબાદ તરીકે ઓળખાતો હતો.


કોણ છે યાકુબ હબીબુદ્દીન તુસી?

કોણ છે યાકુબ હબીબુદ્દીન તુસી?

યાકુબ હબીબુદ્દીન તુસીનો દાવો છે કે તે મુઘલોનો વંશજ છે. તુસીએ પોતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો છે. તુસીએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે તે ઔરંગઝેબની કબર જ્યાં આવેલી છે તે વક્ફ મિલકતનો મુતવલ્લી (કેરટેકર) છે. તેમણે કહ્યું કે આ કબરને 'રાષ્ટ્રીય મહત્વનું સ્મારક' જાહેર કરવામાં આવી છે અને તે પ્રાચીન સ્મારક અને પુરાતત્વીય સ્થળ અને અવશેષ અધિનિયમ, 1958 હેઠળ સંરક્ષિત છે.

આંતરરાષ્ટ્રીય કાયદાઓનો સંદર્ભ આપતા, બહાદુર શાહ ઝફરના વંશજે તેની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની માગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, ફિલ્મો, મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ પ્લેટફોર્મ દ્વારા ઐતિહાસિક તથ્યોની ખોટી રજૂઆતને કારણે, લોકોની લાગણીઓ સાથે રમત રમાઈ છે, જેના કારણે અનુચિત વિરોધ થઈ રહ્યો છે.


આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન થશે

આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન થશે

યાકુબ હબીબુદ્દીન તુસીએ પત્રમાં જણાવ્યું હતું કે, આવા સ્મારકોનો વિનાશ, ઉપેક્ષા કે ગેરકાયદેસર પરિવર્તન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન હશે. આ પત્રમાં ભારત તરફથી 1972ના વિશ્વ સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સંરક્ષણ પર યુનેસ્કો સંમેલન પર હસ્તાક્ષર કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તુસીએ UN સેક્રેટરી-જનરલના કાર્યાલયને વિનંતી કરી છે કે, તેઓ કેન્દ્ર સરકાર અને ASIને નિર્દેશ આપે કે ઔરંગઝેબની કબરને ‘રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર સંપૂર્ણ કાયદાકીય રક્ષણ, સુરક્ષા અને જાળવણી’ પૂરી પાડવામાં આવે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top