વક્ફ એક્ટ પર કાયદાકીય લડાઈ શરૂ, સુપ્રીમ કોર્ટમાં આજથી થશે સુનાવણી, જાણો કેટલી અરજીઓ દાખલ થઇ છે

વક્ફ એક્ટ પર કાયદાકીય લડાઈ શરૂ, સુપ્રીમ કોર્ટમાં આજથી થશે સુનાવણી, જાણો કેટલી અરજીઓ દાખલ થઇ છે

04/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

વક્ફ એક્ટ પર કાયદાકીય લડાઈ શરૂ, સુપ્રીમ કોર્ટમાં આજથી થશે સુનાવણી, જાણો કેટલી અરજીઓ દાખલ થઇ છે

વિપક્ષી દળોના વિરોધ વચ્ચે સંસદમાં પાસ થઈને કાયદો બની ચૂકેલા વક્ફ (સંશોધન) કાયદાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળ 3 ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. વક્ફ કાયદા વિરુદ્ધ લગભગ 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા ઓવૈસી, એસોસિએશન ફોર ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સના અરશદ મદની સહિત ઘણા લોકોએ અરજીઓ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે અત્યાર સુધીમાં 10 અરજીઓની લિસ્ટ બનાવી છે. આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં ઘણી નવી અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે, જેમને લિસ્ટેડ કરવામાં આવશે.

આ કેસમાં, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીને કોઈ પણ આદેશ પાસ આપવા અગાઉ કેસની સુનાવણી કરવાનો અનુરોધ કર્યો હતો. વાસ્તવમાં, કેવિએટ એક પક્ષકાર દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એ સુનિશ્ચિત કરવા માટે દાખલ કરવામાં આવે છે કે તેને સાંભળ્યા વિના કોઈ આદેશ પાસ ન કરવમાં આવે. કેન્દ્ર સરકારે તાજેતરમાં વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025 અધિસૂચિત કર્યો હતો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB), જમિયત ઉલેમા-એ-હિંદ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK), કોંગ્રેસના સાંસદો ઈમરાન પ્રતાપગઢી અને મોહમ્મદ જાવેદ અન્ય મુખ્ય અરજીકર્તા છે.


7 એપ્રિલે જમિયત ઉલેમા-એ-હિંદે દાખલ કરી હતી અરજી

7 એપ્રિલે જમિયત ઉલેમા-એ-હિંદે દાખલ કરી હતી અરજી

7 એપ્રિલના રોજ, મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે જમિયત ઉલેમા-એ-હિંદ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને ખાતરી આપી હતી કે તેઓ અરજીઓને સૂચિબદ્ધ કરવા પર વિચાર કરશે. AIMPLBએ 6 એપ્રિલે સુપ્રીમ કોરટમાં અરજી દાખલ કરી હતી. એડવોકેટ લઝફિર અહમદ દ્વારા દાખલ કરાયેલી ઓવૈસીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે વક્ફને આપવામાં આવતી સુરક્ષા ઘટાડવી એ મુસ્લિમો સામે ભેદભાવ છે અને તે બંધારણની કલમ 14 અને 15નું ઉલ્લંઘન છે.

બીજી તરફ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ એક્ટ વિરુદ્ધ એક નવું અભિયાન શરૂ કર્યું છે, જેને વક્ફ બચાવો અભિયાન નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રથમ તબક્કો કુલ 87 દિવસ સુધી ચાલશે. આ અભિયાન 11 એપ્રિલથી શરૂ થયું છે અને 7  જુલાઈ સુધી ચાલુ રહેશે. આ સાથે વક્ફ કાયદાના વિરોધમાં એક કરોડ લોકોની સહીઓ લેવામાં આવશે. ત્યારબાદ આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.


વક્ફ સંશોધન બિલ સંબંધિત મહત્ત્વપૂર્વ બાબતો

વક્ફ સંશોધન બિલ સંબંધિત મહત્ત્વપૂર્વ બાબતો

દેશને આઝાદ થયા બાદ 1950મા, વક્ફ મિલકતોના સંચાલન માટે એક કાયદાકીય સંસ્થા બનાવવાની જરૂરિયાત અનુભવાઈ.

1954માં, કેન્દ્ર સરકારે વક્ફ એક્ટના નામે એક કાયદો ઘડ્યો અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની જોગવાઈ કરી.

1955માં, આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને દરેક રાજ્યમાં વક્ફ બોર્ડની બનાવવાની શરૂઆત થઈ.

હાલમાં દેશમાં લગભગ 32 વક્ફ બોર્ડ છે. તેઓ વક્ફ મિલકતોની નોંધણી અને જાળવણી કરે છે.

કેટલાક રાજ્યોમાં શિયા અને સુન્ની મુસ્લિમો માટે અલગ વક્ફ બોર્ડ છે.

કેન્દ્ર સરકારે વક્ફ સંશોધન બિલ દ્વારા 1954ના આ કાયદામાં ફેરફારો કર્યા છે.


વક્ફ સંશોધન બિલની ટાઈમલાઇન

વક્ફ સંશોધન બિલની ટાઈમલાઇન

વક્ફ (સંશોધન) બિલ, 2024, લોકસભામાં 8 ઑગસ્ટ, 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.

વક્ફ (સંશોધન) બિલ 8 ઑગસ્ટ, 2024ના રોજ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું હતું.

સંયુક્ત સંસદીય સમિતિનો અહેવાલ 30 જાન્યુઆરી, 2025ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.

વક્ફ (સંશોધન) બિલ 2 એપ્રિલ, 2025ના રોજ લોકસભામાં પસાર થયું હતું.

વક્ફ (સંશોધન) બિલ 3 એપ્રિલ, 2025ના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top