દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ હશે? CJI સંજીવ ખન્નાએ કેન્દ્ર સરકારને આ નામની મોકલી ભલામણ

દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ હશે? CJI સંજીવ ખન્નાએ કેન્દ્ર સરકારને આ નામની મોકલી ભલામણ

04/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ કોણ હશે? CJI સંજીવ ખન્નાએ કેન્દ્ર સરકારને આ નામની મોકલી ભલામણ

દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) કોણ હશે તેને લઈને ખુલાસો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ભૂષણ બી.આર. ગવઈના નામનો પ્રસ્તાવ કાયદા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે, જેઓ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) હશે. આ નામ વર્તમાન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા મોકલવામાં આવ્યું છે, જેમનો કાર્યકાળ 13 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.


મંજૂરી મળી જાય તો બનશે 51માં મુખ્ય ન્યાયાધીશ

મંજૂરી મળી જાય તો બનશે 51માં મુખ્ય ન્યાયાધીશ

વાસ્તવમાં પરંપરા મુજબ, સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ તેમના ઉત્તરાધિકારીનું નામ સરકારને મોકલે છે. આ વખતે પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવી છે. કાયદા મંત્રાલયે ઔપચારિક રીતે જસ્ટિસ ખન્નાને તેમના ઉત્તરાધિકારીનું નામ પૂછ્યું હતું, જેના જવાબમાં તેમણે જસ્ટિસ બી.આર. ગવઈનું નામ આગળ મૂક્યું છે. જો રાષ્ટ્રપતિ ભવન તરફથી મંજૂરી મળી જાય, તો જસ્ટિસ ભૂષણ બી.આર. ગવઈ દેશના 51મા મુખ્ય ન્યાયાધીશ બનશે.


ગવઇનો કાર્યકાળ 6 મહિનાનો જ રહેશે

ગવઇનો કાર્યકાળ 6 મહિનાનો જ રહેશે

બી.આર. ગવઈ 14 મેના રોજ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લઈ શકે છે, જો કે, તેમનો કાર્યકાળ 6 મહિનાનો જ હશે કેમ કે તેઓ નવેમ્બર 2025માં નિવૃત્ત થવાના છે. 24 મે 2029ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈની નિમણૂક કરવામાં આવી હતી. તેમનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેઓ દિવંગત આર.એસ. ગવઈના પુત્ર છે, જેઓ એક મુખ્ય સામાજિક કાર્યકર્તા અને બિહાર અને કેરળના રાજયપાલ રહી ચૂક્યા છે.


કેવી છે જસ્ટિસ બી.આર. ગવઈની ન્યાયિક કારકિર્દી

કેવી છે જસ્ટિસ બી.આર. ગવઈની ન્યાયિક કારકિર્દી

જસ્ટિસ ગવઈએ પોતાની ન્યાયિક કારકિર્દીની શરૂઆત 14 નવેમ્બર 2003ના રોજ બોમ્બે હાઇકોર્ટના એડિશનલ જાજના રૂપમાં કરી હતી. 12 નવેમ્બર 2005ના રોજ તેઓ સ્થાયી જજ બન્યા. તેમણે 15 વર્ષ કરતા વધુ સમયા સુધી મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજીમાં વિભિન્ન બેન્ચોમાં કામ કર્યું. એક ખાસ વાત એ પણ છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામનારા અનુસુચિત જાતિ (SC)ના બીજા જજ છે. આ અગાઉ જસ્ટિસ કેજી બાલાકૃષ્ણન વર્ષ 2010માં સેવાનિવૃત્ત થયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top