ઘોર કળિયુગ! મહિલાએ યુટ્યુબર પ્રેમી સાથે મળીને પતિને ઉતારી દીધો મોતને ઘાટ અને પછી...

ઘોર કળિયુગ! મહિલાએ યુટ્યુબર પ્રેમી સાથે મળીને પતિને ઉતારી દીધો મોતને ઘાટ અને પછી...

04/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઘોર કળિયુગ! મહિલાએ યુટ્યુબર પ્રેમી સાથે મળીને પતિને ઉતારી દીધો મોતને ઘાટ અને પછી...

Bhiwani Murder Case: મેરઠના સૌરભ રાજપૂતની હત્યાએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી. તેની પત્નીએ પ્રેમી સાથે મળીને એવી તો ક્રૂર હત્યા કરી દીધી હતી કે ન પૂછો વાત. હત્યા કરવા સુધી જ વાત સીમિત રહી નહોતી, તેમણે ક્રૂરતાની બધી હદ વટાવી દીધી હતી અને છરીથી મૃતદેહના 9 જેટલા ટુકડા કરી દીધા હતા. હવે હરિયાણાના ભિવાનીથી પણ એવી જ ઘટના સામે આવી છે.

હરિયાણાના ભિવાનીમાં પતિની હત્યા કેસમાં પોલીસે 19 દિવસ બાદ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. હવે આ હત્યા કેસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ હત્યાકાંડને આરોપી પત્નીએ તેના યુટ્યુબર પ્રેમી સાથે મળીને અંજામ આપ્યા હતા અને પછી મૃતદેહને ગટરમાં ફેંકી દીધો હતો.


આ રીતે ખૂલ્યું હત્યાનું રહસ્ય

આ રીતે ખૂલ્યું હત્યાનું રહસ્ય

મળતી માહિતી મુજબ, પોલીસે પ્રવિણ હત્યાકાંડમાં 19 દિવસ સુધી તપાસ કરી અને પછી પૂછપરછ દરમિયાન, તેની પત્ની રવિના રાવ અને તેના પ્રેમી યુટ્યુબર સુરેશની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસને CCTV ફૂટેજ મળ્યા, જેમાં બંને બાઇક પર જતા નજરે પડ્યા હતા. તેઓ મૃતદેહને ઠેકાણે લગાવવા જઈ રહ્યા હતા.

પ્રવીણની હત્યા 25 માર્ચે કરવામાં આવી હતી. પત્ની રવિના અને તેના પ્રેમી સુરેશે 35 વર્ષીય પ્રવીણની હત્યા ગળું દબાવીને કરી દીધી હતી અને પછી તેના મૃતદેહને તેના ઘરથી 6 કિલોમીટર દૂર દિનોદ રોડ પર એક ગટરમાં ફેંકી દીધો હતો. 28 માર્ચે, જ્યારે કૂતરાઓ મૃતદેહની આસપાસ ફરવા લાગ્યા, ત્યારે લોકોને શંકા ગઈ. શરૂઆતમાં, પરિવારને શંકા હતી કે, પ્રવિણે વધુ પડતો દારૂ પીધો હોવાને કારણે ગટરમાં પડી ગયો હશે. પરંતુ શંકાના રીતે, જ્યારે પત્ની અને તેના પ્રેમીના CCTV ફૂટેજ મળી આવ્યા, ત્યારે હત્યાનું રહસ્ય ખુલ્યું અને 12 એપ્રિલે બંનેની ધરપકડ કરવામાં આવી.


યુટ્યુબ અને ઇન્સ્ટા પર રીલ્સ બનાવવાનું ઝનૂન

યુટ્યુબ અને ઇન્સ્ટા પર રીલ્સ બનાવવાનું ઝનૂન

મહિલા રવિનાને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ બનાવવાનો શોખ હતો. એવામાં, તે સુરેશને ઇન્સ્ટાગ્રામ પર જ મળી. પછી બંને સાથે મળીને વીડિયો અને રીલ્સ બનાવતા હતા. આ દરમિયાન, બંને નજીક આવ્યા અને એક દિવસ પ્રવિણે તેમને સાથે સંબંધ બનાવતા જોઇ લીધા. એવામાં બંનેની પોલ ખુલી ગઇ, એટલે બંનેએ દુપટ્ટાથી પ્રવિણનું ગળું દબાવી દીધું.  પ્રવિણની હત્યા કર્યા બાદ, આરોપીઓ રાત પડવાની રાહ જોતા રહ્યા અને રાત્રે 2:30 વાગ્યે રવિના અને સુરેશ લાશને બાઇક પર લઈ ગયા અને 6 કિલોમીટર દૂર એક ગટરમાં ફેંકી દીધી.

 6 વર્ષ અગાઉ જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના ગુજરોં કી ઢાણીવા રહેવાસી પ્રવિણના લગ્ન રેવાડીના જુડી ગામની રવિના (32) સાથે થયા હતા. બંનેને 6 વર્ષનો દીકરો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top