‘જો બાંગ્લાદેશીઓએ આવીને હિંસા કરી, તો તમે...’, મમતાએ કેન્દ્રને કર્યો તીખો સવાલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએવકફ કાયદાને લઈને બુધવારે ઈમામોને સંબોધિત કર્યા. મામલા બેનર્જીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને બિહારના વીડિયો દેખાડીને બાંગાલને બદનામ કરવામાં આવી રહ્યું છે. ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. ભાજપ ખોટા વીડિયો દેખાડીને બદનામ કરી રહી છે. હું હાથ જોડીને ઈમામોને શાંતિની અપીલ કરું છુ. તેમણે કહ્યું કે, બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે. ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. ભાજપ ખોટા વીડિયો બતાવીને બદનામ કરી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વક્ફ કાયદા અંગે ઇમામોને સંબોધન કર્યું.
તેમણે કહ્યું કે, સરહદની સુરક્ષા BSFની જવાબદારી છે. જો તમારે બંગાળ વિશે વાત કરવી હોય તો મારી સામે બોલો. અમે બંગાળને બદનામ કરવા માટે ફેક મીડિયા રિપોર્ટ્સ પકડ્યા છે. હું બધા ઇમામો અને પુરોહિતોનો આદર કરું છું. અમે રવીન્દ્રનાથ ટાગોરની વિચારધારામાં માનીએ છીએ. બંગાળમાં હિંસા ભડકાવવાના ભાજપના કાવતરામાં ન ફસાવ. મમતાએ કહ્યું કે હું કેન્દ્ર સરકારને પડકાર ફેંકવા માગુ છું કે તેમણે વકફ એક્ટ પસાર કરવામાં આટલી ઉતાવળ કેમ કરી? શું તેઓ બાંગ્લાદેશની પરિસ્થિતિથી વાકેફ નથી? તમે મોહમ્મદ યુનુસ સાથે સિક્રેટ મીટિંગ કરી શકો છો. તેઓ દુબઈ જઈને એકબીજાને ગળે કેમ લગાવે છે?
મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપે બહારના લોકોને બોલાવીને હિંસા કરાવી. વકફ અંગે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા. મુર્શિદાબાદમાં થયેલી હિંસા એક સુનિયોજિત કાવતરું હતું. ઘુસણખોરોને શા માટે આવવા દેવામાં આવ્યા? હું ઇન્ડિયા એલાયન્સને આની સામે એક થવા અપીલ કરું છું. તેની દરેક પર અસર થશે. અમે શાંતિ ઈચ્છીએ છે.
બેનર્જીએ કહ્યું કે અમે હિન્દુ અને મુસ્લિમોના વિભાજનને મંજૂરી નહીં આપીએ. આ માત્ર એક વ્યક્તિનો મામલો નથી. અમે ભાગલા નહીં થવા દઈએ. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ વક્ફ પર મૌન છે. આ લોકો વક્ફ પર કેમ ચૂપ છે? આ લોકોને માત્ર સત્તાની જ ચિંતા છે. અમે જ્યાં સુધી રહીશું, ત્યાં સુધી આપણે હિન્દુઓ-મુસ્લિમ નહીં થવા દઈએ. જો આ લોકો જીત્યા, તો તમારું ખાવા-પીવાનું બંધ કરી દેશે. જો ભાજપ બંગાળમાં આવશે તો તે તમારું ખાવા-પીવાનું બંધ કરી દેશે. ભાજપ બંગાળનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. જુઓ આ લોકો દિલ્હીમાં શું કરી રહ્યા છે? જો શાંતિ હશે, તો આપણે બધા ખુશીથી જીવીશું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી બધા ભાઈ-ભાઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp