પાકિસ્તાની સેનાની વર્દી, ભારતને નફરત, તહવ્વુર રાણાને પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી વાતો
તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરાયા બાદ ભારત લાવવામાં આવ્યો છે અને NIA દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. NIA દ્વારા શરૂઆતની પૂછપરછ દરમિયાન રાણાએ ઘણા ખુલાસા કર્યા છે. તેના ઘણા નિવેદનોની પુષ્ટિ થઈ છે જેમાં જાણવા મળ્યું છે કે, રાણાનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચિંચબુતુનીમાં થયો હતો. રાણાને પોતાની વર્દી અને ભારત વિરોધી ભાવનાઓનું ઝનૂન છે, એટલે તે સાજિદ મીર, મેજર ઇકબાલ અને અન્ય લોકોને મળવા માટે પાકિસ્તાની આર્મીની વર્દી અથવા છદ્મ પોશાક પહેરે છે. સેના છોડ્યા બાદ, તે પાકિસ્તાન આર્મી/પાકિસ્તાન ISI સાથે લશ્કર-એ-તૈયાબા કેમ્પ અને હુજી વિસ્તારમાં ગયો હતો.
પૂછપરછ દરમિયાન, તહવવુરે જણાવ્યું કે, તેના પિતાનું નામ રાણા વલી મોહમ્મદ છે, જે શાળાના આચાર્ય છે. તેના 2 ભાઈઓ છે, જેમાંથી એક પાકિસ્તાની સેનામાં મનોચિકિત્સક છે અને બીજો ભાઈ વ્યવસાયે પત્રકાર છે. રાણાએ પાકિસ્તાનના હસન અબ્દાલની કેડેટ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તે હેડલીને મળ્યો હતો. આ શાળા પાકિસ્તાની સેનાના જનરલ અયુબ ખાને બનાવી હતી.
તહવ્વુર રાણાની પત્ની પણ ડૉક્ટર છે અને 1997માં રાણા તેની પત્ની સાથે કેનેડા શિફ્ટ થઈ ગયો હતો. તહવ્વુર રાણાએ ઇમિગ્રેશન સર્વિસ અને હલાલ કતલખાનાની પણ સ્થાપના કરી. આતંકવાદી તહવ્વુર રાણાને 18 દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની પાસેથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI, હુમલામાં સામેલ અન્ય સહયોગીઓ અને મુંબઈ સિવાય કયા શહેરોને નિશાન બનાવવાની યોજના હતી તે સહિત આ તમામ બાબતો પર પૂછપરછ કરવામાં આવશે. આ સાથે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાણાને એક રહસ્યમય સાક્ષી સાથે રૂબરૂ કરવવાની વાત કહેવામા આવી રહી છે. આ રહસ્યમય સાક્ષીએ 2006માં ડેવિડ કોલમેન હેડલીનું મુંબઈમાં સ્વાગત કર્યું હતું અને તે સમયે તહવ્વુર રાણા માટે પણ તે ખૂબ જ ખાસ હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp