Ghibliના ચક્કરમાં થઇ શકે છે મોટો Scam, પોલીસે આપી વૉર્નિંગ, ભૂલથી પણ ન કરતા આ કામ
ઘણા રાજ્યોની પોલીસે ChatGPTના Ghilbli સ્ટાઇલ એનિમેશન દ્વારા થઈ રહેલા સ્કેમ અંગે લોકોને ચેતવણી આપી છે. તાજેતરના દિવસોમાં ટ્રેન્ડમાં રહેનાર આ ફીચર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ ફીચર લોન્ચ થતા જ લોકોએ તેને ખુલ્લા હાથે સ્વીકારી લીધું હતું. વધતા ઇમેજ જનરેશન રિક્વેસ્ટને કારણે ChatGPT સર્વર ક્રેશ થઇ ગયું હતું. ત્યારબાદ કંપનીના CEOએ લોકોને સંયમ જાળવવા વિનંતી કરવી પડી હતી.
ગોવા, તમિલનાડુ અને ચંદીગઢ પોલીસે Ghilbli સ્ટાઈલવાળી એનિમેટેડ તસવીર બનાવનારા વપરાશકર્તાઓને સાયબર સ્કેમની ચેતવણી આપી છે. તેની લોકપ્રિયતાને કારણે, સ્કેમર્સ લોકોને નકલી લિંક્સ મોકલીને છેતરપિંડી કરી શકે છે. ભારતમાં પણ, વપરાશકર્તાઓ Ghilbli સ્ટાઇલવાળી છબીઓ જનરેટ કરવા માટે પોતાના અંગત ફોટા અપલોડ કરી રહ્યા છે. સ્કેમર્સ લોકોને ફસાવવા માટે આવી એનિમેટેડ તસવીરોવાળી ઘણી નકલી એપ્લિકેશનો ફેલાવી રહ્યા છે.
ગોવા પોલીસે પોતાના X હેન્ડલ દ્વારા લોકોને આ ટ્રેન્ડને અનુસરવા દરમિયાન સાવચેત રહેવા જણાવ્યું છે. પોલીસે પોતાની પોસ્ટમાં કહ્યું કે, આ AI ટ્રેન્ડ મજેદાર છે, પરંતુ બધી AI એપ્સ તમારી ગોપનીયતાનું રક્ષણ કરવામાં સક્ષમ નથી. એવામાં, કોઈપણ AI ટૂલમાં તમારો ફોટો અપલોડ કરતા પહેલા, તેની વિશ્વસનીયતાને ચોક્કસપણે ધ્યાનમાં રાખો.
તમિલનાડુ પોલીસે લોકોને આ ટ્રેન્ડ દ્વારા ફિશિંગ ઝુંબેશ, સ્પર્ધાઓ અને ગિવ આવે વાળી ઓફરોથી દૂર રહેવા જણાવ્યું છે. આવા અભિયાનોમાં નકલી લિંક્સ હોઈ શકે છે, જે તમારા ફોન અથવા લેપટોપના ડેટાને ઍક્સેસ કરી શકે છે.
તો, ચંદીગઢ પોલીસે લોકોને આ ટ્રેન્ડની આડમાં Ghilbli ડિઝાઇન કરેલા માલ વેચતા નકલી ઓનલાઈન સ્ટોર્સ સામે ચેતવણી આપી છે. કપડાં પર Ghilbli સ્ટાઈલની છબીઓ છાપતી ઘણી નકલી વેબસાઇટ્સની લિંક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. Ghilbli સ્ટાઇલના પ્રિન્ટેડ કપડાંના નામે લોકોની અંગત માહિતી લેવામાં આવી રહી છે અને છેતરપિંડી આચરવામાં આવી રહી છે.
ઘણા સાયબર નિષ્ણાતોએ પણ લોકોને આ ટ્રેન્ડની આડમાં થઈ રહેલી છેતરપિંડી વિશે ચેતવણી આપી છે. સાયબરપીસના સ્થાપક અને ગ્લોબલ પ્રમુખ મેજર વિનીત કુમારે જણાવ્યું હતું કે, "Ghilbli-સ્ટાઈલના AI-આધારિત છબીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ કલા, બૌદ્ધિક સંપદા અને ડેટા સુરક્ષાની અખંડિતતા અંગે ચિંતા ઉભી કરે છે. જ્યારે AI સર્જનાત્મકતાને લોકશાહીકરણ બનાવી રહ્યું છે, ત્યારે તે માનવ મૌલિકતા અને શ્રમને પણ પડકારે છે. હવે મુદ્દો માત્ર એ નથી કે AI કલાકારોની જગ્યા લઈ રહ્યું છે, પરંતુ તેનો દુરુપયોગ, અનધિકૃત રીતે પ્રતિકૃતિ, ડીપફેક અને કૉપિરાઇટના ઉલ્લંઘનનો પણ મુદ્દો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp