AAP ધારાસભ્ય વિરુદ્ધ ફ્લાઈંગ કિસ આપવા બદલ કેસ દાખલ
FIR against AAP MLA Dinesh Mohaniya: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે. આજે તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થઇ જશે અને પછી 8 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ સાથે દિલ્હીના સિંહાસન પર કોણ બેસશે તે નક્કી થઇ જશે, પરંતુ ચૂંટણી માટે મતદાન શરૂ થાય તે અગાઉ આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય દિનેશ મોહનિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ ધારાસભ્ય પર ચૂંટણી પ્રચાર દરમિયાન ફ્લાઈંગ કિસ આપવાનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ પર, સંગમ વિહાર પોલીસ સ્ટેશનમાં છેડતીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. હાલમાં આ મામલે ધારાસભ્ય દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
તો જામિયા નગર પોલીસ સ્ટેશનમાં AAP ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ આચારસંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અમાનતુલ્લા રાત્રે 1:00 વાગ્યે તેમના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.
સંગમ વિહાર બેઠક દક્ષિણ દિલ્હી લોકસભા મતવિસ્તારના 10 વિધાનસભા મતવિસ્તારોમાંથી એક છે. દિનેશ મોહનિયા અહીંથી ત્રણ વખતના ધારાસભ્ય છે. તો, આમ આદમી પાર્ટીએ મોહનિયાને ચોથી વખત ટિકિટ આપી છે. તેમની સામે ભાજપે ચંદન કુમારને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે હર્ષ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા માટે ધારાસભ્ય દિનેશ મોહનિયાએ જનતાને અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, આજે લોકશાહીના મહાન પર્વની ઉજવણી છે. આજે મતદાનનો દિવસ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં તમારા ઘરોમાંથી બહાર આવો અને તમારા મતદાનના અધિકારનો ઉપયોગ કરો. તમને 5 વર્ષ બાદ આ તક મળે છે.
लोकतंत्र के महापर्व में आप सभी अधिक से अधिक संख्या में भाग ले। pic.twitter.com/jFYyx6cSJZ — Dinesh Mohaniya (@DineshMohaniya) February 5, 2025
लोकतंत्र के महापर्व में आप सभी अधिक से अधिक संख्या में भाग ले। pic.twitter.com/jFYyx6cSJZ
તમારા મતદાન દ્વારા, તમે તમારા પ્રતિનિધિને ચૂંટો છો અને આગામી 5 વર્ષ માટે તમારા વિસ્તારમાં થઈ રહેલા કાર્યને નિયંત્રિત કરો છો. મારું માનવું છે કે મતદાન એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે, જે શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવું જોઈએ. પહેલા મતદાન કરો, પછી નાસ્તો કરો. દિનેશ મોહનિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સંગમ વિહાર આ વખતે મતદાન ટકાવારીમાં નવો ઇતિહાસ રચશે. તેમણે કહ્યું કે, "મને આશા છે કે આપણે બધા સાથે મળીને મતદાનનો આ તહેવાર ઉજવીશું."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp