અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર બાઇક સવાર 2 બદમાશોએ કર

અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર બાઇક સવાર 2 બદમાશોએ કર્યો હુમલો

01/25/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર બાઇક સવાર 2 બદમાશોએ કર

અજમેરમાં હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પર જીવલેણ હુમલાનો મામલો સામે આવ્યો છે. શનિવારે સવારે વિષ્ણુ અજમેરથી દિલ્હી આવી રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર 2 બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ આરોપી ભાગી ગયા. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેસની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ગુનેગારોને ઓળખવા માટે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. વિષ્ણુ ગુપ્તાનો દાવો છે કે તે સવારે અજમેરથી દિલ્હી જઈ રહ્યો હતો. આ દરમિયાન, ગેગલ પુલ નજીક, 2 બાઇક સવાર બદમાશોએ તેમની કાર પર ગોળીબાર શરૂ કરી દીધો. થોડા દિવસ અગાઉ જ વિષ્ણુ ગુપ્તાએ પોતાના પર હુમલાની આશંકા વ્યક્ત કરી હતી.

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા કહ્યું કે, 'હું દિલ્હી તરફ જઈ રહ્યો હતો. મેં બાઈક પર 2 લોકોને જોયા અને જેવો જ મેં ફાયરિંગનો અવાજ સંભાળ્યો, મેં ડ્રાઈવરને કારની સ્પીડ વધારવા કહ્યું. ત્યારબાદ તેઓ ભાગી ગયા. મને અજમેર દરગાહ કેસમાં આગળ વધતા રોકવા માટે આ એક સુનિશ્ચિત ષડયંત્ર છે. અગાઉ પણ મને કેસ પરત લેવાની ધમકીઓ મળી છે. હું ડરવાનો નથી.


હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ફાયરિંગ

હિન્દુ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પર ફાયરિંગ

ફાયરિંગ બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. મામલો પ્રકાશમાં આવતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કેસ નોંધીને ગોળીબાર કરનારા બદમાશોની શોધ શરૂ કરી છે. આ ઘટના અંગે અધિક પોલીસ અધિક્ષક (ગ્રામીણ) દીપક કુમારે જણાવ્યું હતું કે વિષ્ણુ ગુપ્તાએ તેમને જાણ કરી હતી કે જ્યારે તેઓ આજે સવારે અજમેરથી દિલ્હી જવા નીકળ્યા હતા, ત્યારે મોટરસાઇકલ પર સવાર 2 યુવાનોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેમની કાર પર નિશાન પણ જોવા મળી રહ્યા હતા. જેની તપાસ ચાલી રહી છે.


અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

ઘટના બાદ અજમેરના પોલીસ અધિક્ષક વંદિતા રાણા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઘટના સ્થળે FSL ટીમને પણ બોલાવવામાં આવી હતી, જે આ મામલાની તપાસ કરી રહી છે. વિષ્ણુ ગુપ્તા હંમેશા પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહે છે. અજમેર દરગાહમાં મંદિર હોવાનો દાવો વિષ્ણુએ જ કર્યો હતો. તેમણે આ અંગે કોર્ટમાં અરજી પણ દાખલ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top