લ્યો બોલો..! દર્દી પર હૉસ્પિટલમાં જ જીવલેણ હુમલો
ગુજરાતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે અને તેમને જાણે કે પોલીસનો ભય જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ ગુનાહિત કૃત્યો કરતા પણ ખચકાતા નથી. આમ તો મહિલા સુરક્ષા અને શાંત ગુજરાતના ઢંઢેરા પીટવામાં આવે છે, પરંતુ હવે ગુજરાતમાં લોકો વધુ સુરક્ષિત ન હોય તેવો ભાસ કરાવતો કિસ્સો કચ્છથી સામે આવ્યો છે. અહીની અદામી મેનેજમેન્ટ દ્વારા સંચાલિત જી.કે. જનરલ હૉસ્પિટલમાં દર્દી પર જીવલેણ હુમલો કરવામાં આવતા હૉસ્પિટલમાં લોકોની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે.
કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી સ્થિતિને જોઈને કચ્છના કલેક્ટરનું હથિયારબંધી જાહેરનામું માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. ભુજની અદાણી મેનેજમેન્ટ સંચાલિત જી.કે. જનરલ હૉસ્પિટલમાં એક શખ્સે ધારધાર હથિયાર વડે દર્દી પર હુમલો કરતા હાહાકાર મચી ગયો હતો. આ ઇસમે દર્દીને બચાવવા જતા સેક્યુરિટી ગાર્ડ પર પણ હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ થઇ ગઇ હતી. આ ઘટનાને મુદ્દે હૉસ્પિટલ મેનેજમેન્ટે મૌન સેવી લીધું છે. સવાલ એ છે કે આ મામલે હૉસ્પિટલ પ્રશાસન મૌન કેમ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp