સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-18ની પેટાચૂંટણી માટે 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-18ની પેટાચૂંટણી માટે 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

02/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-18ની પેટાચૂંટણી માટે 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

Surat Municipal Corporation By Election: સુરત મહાનગરપાલિકા (SMC)ના વોર્ડ નંબર 18 માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેના માટે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ મંગળવાર હતો. મંગળવારે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા, જેને કારણે હવે 6 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, AAP, AIMIM અને 2 અપક્ષ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.


ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 2 અપક્ષ ઉમેદવારે ફોર્મ ખેચ્યા

ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 2 અપક્ષ ઉમેદવારે ફોર્મ ખેચ્યા

મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-18ની પેટાચૂંટણીમાં મંગળવારે ફોર્મ ખેચવાનો અંતિમ દિવસ હતો. આ દિવસે અપક્ષ ઉમેદવાર ગુલામ અબ્દુલ કાદિર ગરાના અને મોહમ્મદ સાબિર ગરાનાએ પોતાનું ફોર્મ ખેચી લેતા હવે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ પરિવારના 3 સભ્ય એક ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ હવે આ બંનેએ ફોર્મ પરત ખેંચી લેતા એઝાઝ અબ્દુલ રહિમ ગરાના ચૂંટણી મેદાનમાં છે. ભાજપ તરફથી જીતુભાઈ કાછડ ચૂંટણી મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસ તરફથી સંજયકુમાર રામાનંદી, આમ આદમી પાર્ટી (AAP) તરફથી સૂરજ આહીર, AIMIM તરફથી અબ્દુલ રઝાક શાહ, અપક્ષ ઉમેદવાર અરવિંદકુમાર મિસ્ત્રી, અપક્ષ એઝાઝ રહિમ ગરાના ચૂંટણી મેદાનમાં છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-18 સહિત રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top