RTIનો દુરુપયોગ રોકવા અરવિંદ રાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

RTIનો દુરુપયોગ રોકવા અરવિંદ રાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

02/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

RTIનો દુરુપયોગ રોકવા અરવિંદ રાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

Arvind Rana writes a letter to CM Bhupendra Patel: સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દક્ષેશ માવાણી વચ્ચેના લેટર વૉર વિશે તો તમે જાણતા જ શો. થોડા મહિના અગાઉ સુરતમાં ધારાસભ્ય અને મેયરનું લેટર વૉર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. હવે 159-સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ RTIના દુરુપયોગને રોકવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


અરવિંદ રાણાનો પત્ર

અરવિંદ રાણાનો પત્ર

અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, માહિતી અધિકાર અધિનિયમ-2005 અંતર્ગત રાજ્યમાં કેટલાક RTI એક્ટિવિસ્ટ અને અન્ય ઇસમો દ્વારા ખાનગી માલિકીની સંપત્તિના બાંધકામ, રીપેરિંગ કે અન્ય બાબતે RTI એક્ટ હેઠળ માહિતી માગીને નકશા વગેરેની માગણી કરીને અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત લોકોને હેરાન-પરેશાન કરી ડર અને ભયનું વાતાવરણ ઊભું કરી અઢળક નાણાની માગણી કરી બાંધકામ તોડાવવાની ધમકીઓ આપી રીતસર કાયદેસર ખંડણી ઉઘરાવવાનું કામ કરે છે.

સુરત શહેરમાં તો ઘણા કિસ્સામાં લોકોએ આપઘાત કરવો પડે ત્યાં સુધી લોકોને હેરાન-પરેશાન કરવા સુધીના કિસ્સા બન્યા છે. લોકોને માનસિક ત્રાસ આપવામાં આવે છે. રાજ્યની નિર્દોષ રૈયત ઉપર વ્યક્તિગત માહિતી RTI એક્ટ હેઠળ માગી લોકોને હેરાન-પરેશાન કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરાવી જોઇએ. ત્રાહિમામ લોકો તરફથી આવી રજૂઆત ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અવારનવાર અમને મળે છે.

મુખ્ય માહિતી કમિશનર શ્રી, રાજ્ય માહિતી આયોગ, મહારાષ્ટ્ર દ્વારા RTI માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ 19 (8) અને કલમ 25(5) હેઠળ આદેશ આપવામાં આવે છે કે તમામ જાહેર સત્તાવાળાઓએ બાંધકામો/ઇમારતો નકશા/દસ્તાવેજો માગવામાં આવે. ત્યારે સુરક્ષાના કારણોસર આવી માહિતી પૂરી પાડવી જોઇએ નહી. તેમજ ખાનગી કેટેગરીની ઇમારતો/ તમામ મ્યુનિસિપાલ કોર્પોરેશનો/ નાગરાપાલીઆઓને સુચના આપવામાં આવે કે જો વસ્તુ નકશા માટે વિનંતી કરવામાં આવે તો આવા નકશા (ઇન્ટરિયર્સ) ન આપવા જ્યાં સુધી તેમાં જાહેર હિત ન હોય.

ઉપરોક્ત પરિપત્ર મહારાષ્ટ્ર સરકારશ્રી દ્વારા અમલમાં છે. આ પ્રકારના હુકમ ગુજરાત સરકારશ્રીના રાજ્ય માહિતી આયોગ દ્વારા કરાવવા જરૂરી કાર્યવાહી થવા હાર્દિક અનુરોધ કરું છું. આ સાથે જ તેમણે મહારાષ્ટ્રના રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનરના આદેશની નકલ પણ શેર કર્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top