'રાજકારણમાં પણ દલાલો'વાળા નિવેદન પર નીતિન પટેલે આપી સફાઈ, બોલ્યા- 'મેં જે વાત કરી છે એ..'

'રાજકારણમાં પણ દલાલો'વાળા નિવેદન પર નીતિન પટેલે આપી સફાઈ, બોલ્યા- 'મેં જે વાત કરી છે એ..'

02/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

'રાજકારણમાં પણ દલાલો'વાળા નિવેદન પર નીતિન પટેલે આપી સફાઈ, બોલ્યા- 'મેં જે વાત કરી છે એ..'

Nitin Patel clarifies his statement: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી હંમેશાં પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસ અગાઉ તેમને મહેસાણાના ડરણ ગામની નૂતન વિદ્યાલયમાં કહ્યું હતું કે, જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ દલાલો છે. આ દલાલો ભાજપની ઓળખાણ આપીને ફટાફટ પોતાના કામ કરાવી લે છે. ભાજપનો કાર્યકર્તા છું અને નેતા છું એવું કહીને અધિકારીઓને ઓળખાણ કરાવે છે. ભાજપ સરકારે ઘણા લોકોને સુખી કર્યા છે. દલાલી કરતા-કરતા બધા કરોડપતિ થઇ ગયા. હવે આ મામલે નીતિન પટેલે સ્પષ્ટતા આપી છે.

આ મામલો ગરમાયા બાદ નીતિન પટેલે સ્પષ્ટતા આપતા એક ટ્વીટ કરી હતી. તેમને ટ્વીટ કરતા કહ્યું કે, કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મેં જે વાત કરી છે એ બધાજ જમીન દલાલોને લાગૂ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ માટે કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતા જ તે પણ બધા જાણે જ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top