RBIની મોટી જાહેરાત, ટૂંક સમયમાં આવશે 100 અને 200 રૂપિયાની નવી નોટો, શું જૂની નોટો બંધ થઇ જશે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 100 અને 200 રૂપિયાની નોટો અંગે મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં, RBI ટૂંક સમયમાં 100 અને 200 રૂપિયાની નવી નોટો બહાર પાડવા જઈ રહી છે, પરંતુ તેમની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. RBIએ માહિતી આપી છે કે, આ નવી નોટો પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, જેમાં દરેક નવા ગવર્નરની નિમણૂક બાદ તેમના હસ્તાક્ષરવાળી નોટો જાહેર કરવામાં આવે છે.
બિલકુલ નહીં! RBIએ સ્પષ્ટતા કરી છે કે 100 અને 200 રૂપિયાની જૂની નોટો માન્ય રહેશે અને તેને બદલવામાં નહીં આવે. RBIએ કહ્યું છે કે, આ નોટો ટૂંક સમયમાં બેંકો અને ATMમાં ઉપલબ્ધ થશે. હવે ચાલો જાણીએ કે લોકો રોકડનો સૌથી વધુ ઉપયોગ ક્યાં કરે છે. આ સાથે, આપણે એ પણ જાણીશું કે 2000 રૂપિયાની નોટો બંધ કર્યા બાદ ભારતમાં કેશ ફ્લો કેવો રહ્યો.
રિપોર્ટ અનુસાર, 2,000 રૂપિયાની નોટો બંધ થવા છતા, દેશમાં રોકડનું સર્ક્યૂલેશન પહેલા કરતા વધુ વધ્યું છે. જો આપણે RB ના ડેટા પર નજર કરીએ તો આપણને ખબર પડશે કે માર્ચ 2017માં રોકડ સર્ક્યૂલેશન રૂ. 13.35 લાખ કરોડ હતું, જે માર્ચ 2024 સુધીમાં વધીને રૂ. 35.15 લાખ કરોડ થઈ ગયું. આ ઉપરાંત, UPI દ્વારા ડિજિટલ વ્યવહારો પણ ઝડપથી વધી રહ્યા છે. માર્ચ 2020માં, UPI ટ્રાન્ઝેક્શન 2.06 લાખ કરોડ હતું, જ્યારે ફેબ્રુઆરી 2024 સુધીમાં તે વધીને 18.07 લાખ કરોડ થઈ ગયું. જો આપણે 2024ના આખા વર્ષની વાત કરીએ, તો આ વર્ષે ડિજિટલ વ્યવહાર લગભગ 172 અબજનો થયો છે.
અહેવાલો અનુસાર, નાણાકીય વર્ષ 24 દરમિયાન દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં સૌથી વધુ ATMથી પૈસા કાઢવામાં આવ્યા. તહેવારો અને ચૂંટણીઓ દરમિયાન રોકડની માગ વધી જાય છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટની પહોંચ મર્યાદિત છે, જેને કારણે અહીં લોકો રોકડનો વધુ ઉપયોગ કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp