સુરતીઓને હાશકારો, ધીમે ધીમે સુરતના વિસ્તારોમાં પાવર આવવાની શરૂઆત
DGVLના કહેવા પ્રમાણે 6વાગે સુરતના વિસ્તારોમાં લાઈટ ધીમે ધીમે પરત આવી રહી છે. ઉકાઈના ટીપીએસ ચાર યુનિટમાં 500 મેગા વોટ નું ઉત્પાદન ઘટ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓ અને ગામડાઓ પ્રભાવિત થયા હતા. જેનાથી સુરતવાસીઓને ઘણી હાલાકી ભોગવવી પડી હતી. ઔદ્યોગિક વિસ્તારોમાં કામકાજ ઠપ થઈ જતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સમગ્ર ઘટનાને પગલે લોકોએ DGVL ઓફિસ પર હોબાળો મચાવ્યો હતો.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી જે હવે ધીમે ધીમે વીજ પુરવઠો વિસ્તારોમાં પરત ફરી રહ્યો છે.ગેટકો અને એલએમયુ તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ, ઉકાઈ ટીપીએસના 4 યુનિટ ટ્રીપ થઈ ગયા જેના કારણે 500 મેગાવોટનું ઉત્પાદન ઘટી ગયું હતું. ડીજીવીસીએલ હેઠળના વિવિધ એસએસ પર શૂન્ય પાવર લોડ ઘટાડવા અને સિસ્ટમને અંધારામાં જતી અટકાવવા માટે કાર્યરત એસપીએસને કારણે પાવર કટ થયો હતો.લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે 6 વાગે મોટાભાગના વિસ્તારોમાં પાવર આવી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના સાથે મહારાષ્ટ્રમાં પણ પાવર જતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ઉનાળાની ગરમીઓની શરૂઆતના સાથે જ ગુજરાતમાં આકરી ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે. ગુજરાત સાથે મહારાષ્ટ્રમાં પણ 5000 યુનિટનું ઉત્પાદન ઘટ્યું છે જેના કારણે ગણા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp