કોંગ્રેસ નેતા હિમાની નરવાલના 'હત્યારા'ની ધરપકડ! પૂછપરછ દરમિયાન મોટી કબૂલાત

કોંગ્રેસ નેતા હિમાની નરવાલના 'હત્યારા'ની ધરપકડ! પૂછપરછ દરમિયાન મોટી કબૂલાત

03/03/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસ નેતા હિમાની નરવાલના 'હત્યારા'ની ધરપકડ! પૂછપરછ દરમિયાન મોટી કબૂલાત

Himani Narwal Murder Case: કોંગ્રેસ નેતા હિમાની નરવાલ હત્યા કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બહાદુરગઢના એક ગામનો રહેવાસી છે. આરોપી પાસેથી હિમાનીનો મોબાઈલ ફોન અને ઘરેણાં મળી આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન હત્યાના આરોપીએ મોટી કબૂલાત કરી છે. તેણે કહ્યું કે હિમાનીની હત્યા તેના ઘર પર જ કરવામાં આવી હતી.

હત્યા બાદ શબ સૂટકેસમાં નાખીવ્સ તેણે જ ફેક્યું હતું. હિમાની સાથે ઘણા સમયથી તેની મિત્રતા હતી. તેણે પોતાને હિમાનીનો બોયફ્રેન્ડ ગણાવ્યો છે. પૂછપરછ દરમિયાન તેણે બ્લેકમેઇલિંગની વાત કરી છે. તેણે કહ્યું કે હિમાની તેને બ્લેકમેલ કરી રહી હતી. તે હિમાનીને ઘણા પૈસા આપી ચૂક્યો હતો, પરંતુ તે વારંવાર વધુ પૈસાની માંગણી કરતી હતી, તેથી તેણે હિમાનીની હત્યાનું કાવતરું રચ્યું અને હત્યા કરીને લાશ ફેંકી દીધી.


સાંપલામાં સૂટકેસમાંથી હિમાનીનો મૃતદેહ મળ્યો

સાંપલામાં સૂટકેસમાંથી હિમાનીનો મૃતદેહ મળ્યો

1 માર્ચ, શનિવારે સવારે સાંપલા બસ સ્ટેન્ડ પર વાદળી રંગની સૂટકેસ મળી આવી હતી. આ સૂટકેસમાં એક છોકરીનો મૃતદેહ હતો, જેની ઓળખ હિમાની નરવાલ તરીકે થઈ હતી, જે સાંપલાના વિજયનગર કોલોનીની રહેવાસી અને કોંગ્રેસના યુવા મહિલા નેતા હતી. બસ સ્ટેન્ડ પાસે ફ્લાયઓવર નીચે ઝાડીઓમાં સૂટકેસ પડી હતી. પોલીસે મૃતદેહનું પૉસ્ટમોર્ટમ કરાવ્યું છે, પરંતુ તેની માતા સવિતાએ હત્યારાની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

તેમણે કોંગ્રેસ સાથે જોડાયેલા કેટલાક લોકો પર હિમાનીની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, હિમાની 28 ફેબ્રુઆરીથી ગુમ હતી. તે કાંઠવાડીમાં ભૂપિન્દર સિંહ હુડ્ડાના કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી, પરંતુ પરત ફરી નહોતી અને 1 માર્ચની સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ સ્પષ્ટતા કરી છે કે 28 ફેબ્રુઆરીએ કાંઠવાડીમાં તેમનો કોઈ કાર્યક્રમ નહોતો. હાઇપ્રોફાઇલ કેસ હોવાથી, પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top