સુષ્મા સ્વરાજ કરતા વધુ શક્તિશાળી મુખ્યમંત્રી બનશે રેખા ગુપ્તા! ભાજપે ખૂબ સમજી-વિચારીને જ ફેંક્યો છે હુકમનો એક્કો
Delhi CM Rekha Gupta: દિલ્હીને પોતાના આગામી મુખ્યમંત્રી મળી ગયા છે. ફરી એકવાર દિલ્હીની કમાન એક મહિલાને સોંપવામાં આવી છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી માર્લેના બાદ, રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બનનારા ચોથા મહિલા હશે. દિલ્હીને સુષ્મા સ્વરાજના રૂપમાં પ્રથમ મુખ્યમંત્રી મળ્યા હતા. ભાજપે તેમને દિલ્હી સરકારના બચેલા 52 દિવસ માટે મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવ્યા બાદ, 27 વર્ષ અગાઉની આ કહાની ખૂબ યાદ આવી રહી છે.
હકીકતમાં, જ્યારે 1993માં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે ભાજપ 70 માંથી 49 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી હતી, પરંતુ તે સમયે પાર્ટીની સ્થિતિ આજ જેટલી મજબૂત નહોતી. એવામાં, ભારતીય જનતા પાર્ટીને તે સમયના 5 વર્ષમાં દિલ્હીમાં 3 મુખ્યમંત્રી આપવા પડ્યા. પહેલા મદન લાલ ખુરાનાને 2 વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, ત્યારબાદ સાહિબ સિંહ વર્મા અઢી વર્ષથી વધુ સમય માટે મુખ્યમંત્રી રહ્યા, અંતે સુષ્મા સ્વરાજને 52 દિવસ માટે આ પદ આપવામાં આવ્યું હતું.
3 દાયકા અગાઉ, સમગ્ર દેશના રાજકારણમાં ઉથલપાથલનો સમય હતો. આ એવો સમય હતો જ્યારે કેન્દ્રમાં દર વર્ષે વડાપ્રધાન બદલાતા હતા. 1996ની સામાન્ય ચૂંટણી બાદ, ભાજપની સરકાર બની, પરંતુ અટલ બિહારી વાજપેયી ફક્ત 16 દિવસ માટે જ વડાપ્રધાન રહી શક્યા. ત્યારબાદ, સંયુક્ત મોરચાના 2 નેતાઓ કોંગ્રેસના સમર્થનથી વડાપ્રધાન બન્યા. પહેલા એચ.ડી. દેવગૌડા અને પછી ઇન્દ્ર કુમાર ગુજરાલને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. કેન્દ્રમાં બદલાતા સમીકરણોની અસર દિલ્હી પર પણ પડી. હવે એવું નથી. છેલ્લા અઢી દાયકાથી કેન્દ્રમાં સ્થિર સરકાર છે. કેન્દ્રમાં સ્થિરતા રાજ્યોમાં પણ સ્થિર સરકાર પ્રદાન કરે છે.
તે સમયગાળામાં ભાજપ મજબૂત બની રહી હતી, પરંતુ તેમ છતા તે કોંગ્રેસ કરતા કંઈક અંશે નબળી દેખાતી હતી. એવામાં, ભાજપના મુખ્યમંત્રીઓને હાઈકમાન્ડ તરફથી એટલો ટેકો મળ્યો નહીં જેટલો આજે મળી રહ્યો છે. તો સમયમાં, ભાજપ હાઇકમાન્ડ જુદા જુદા પડકારો સામે લડી રહ્યું હતું અને સુષ્મા સ્વરાજ દિલ્હીના જુદા-જુદા પડકારોનો સામનો કરી રહ્યા હતા. આજનો સમય એવો નથી. હવે જો દેશના કોઈપણ રાજ્યમાં ભાજપ સરકાર મુશ્કેલીમાં હોય તો હાઈકમાન્ડ થોડી જ વારમાં સમસ્યાનું નિરાકરણ લાવી દે છે. આજે સમગ્ર ભાજપ હાઇકમાન્ડ રેખા ગુપ્તા સાથે ઉભું છે.
પહેલા ભાજપમાં, નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવતા હતા, તેથી, ભાજપના ઘણા શક્તિશાળી નેતાઓના મંતવ્યો સાંભળવા જરૂરી હતા. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે જો ભાજપ હાઈકમાન્ડ કોઈ નિર્ણય લે તો બધાએ તેનો સ્વીકાર કરવો પડશે. આવી સ્થિતિમાં, પાર્ટીમાં કોઈ આંતરિક સંઘર્ષ રહતો નથી અને સરકાર પડવાનું જોખમ પણ નથી રહેતું. આનો અર્થ એ થયો કે રેખા ગુપ્તાને પાર્ટીના આંતરિક પડકારોથી ડરવાની જરૂર નથી.
એકંદરે, મુખ્યમંત્રી તરીકેનો તે સમયગાળો સુષ્મા સ્વરાજ માટે સરળ નહોતો, પરંતુ આગામી 5 વર્ષમાં રેખા ગુપ્તા માટે કોઈ પડકાર હોય તેવું લાગતું નથી. તેમણે ફક્ત દિલ્હીમાં ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરવાના છે. જો તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે, તો આ પૂરા 5 વર્ષ તેમના જ રહેવાના છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp