ટ્રસ્ટની બેઠકમાં લેવાયો નિર્ણય-જાણો કોણ હશે રતન ટાટાના ઉત્તરાધિકારી?
રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા હવે તેમનો વારસો સંભાળશે. ટાટા ટ્રસ્ટે એક બેઠકમાં નવા ચેરમેન તરીકે નોએલ ટાટાની નિમણૂકની જાહેરાત કરી છે. તેમના નિધન અગાઉ, રતન ટાટા ટાટા ટ્રસ્ટના પ્રમુખ હતા. હાલમાં, ટાટા ગ્રુપની સૌથી મોટી કંપની ટાટા સન્સ છે, પરંતુ ટાટા ટ્રસ્ટ, મેનેજમેન્ટની દ્રષ્ટિએ તેનાથી પણ ઉપર છે.
ટાટા ટ્રસ્ટ વાસ્તવમાં ટાટા ગ્રુપની ચેરિટેબલ સંસ્થાઓનું એક ગ્રુપ છે. 13 લાખ કરોડની આવક સાથે ટાટા ગ્રુપમાં તેમની પાસે સૌથી વધુ 66 ટકા હિસ્સો છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ, જે ટાટા ટ્રસ્ટ પાસે જ ટાટા સન્સનો 52 ટકા સ્ટેક છે.
રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટની નવી જવાબદારીઓ આપવામાં આવી છે. નોએલ ટાટાને ટ્રસ્ટમાં પણ ટ્રસ્ટી તરીકે સામેલ હતા. તેઓ જ છેલ્લા કેટલાક વર્ષોથ ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડના ચેરમેન પણ છે. તેમનો ટાટા ગ્રુપ સાથે 4 દશક લાંબો ઇતિહાસ રહ્યો છે. તેઓ ટ્રેન્ટ, વોલ્ટાસ આ ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જેવી કંપનીઓના ચેરમેન પણ છે. એટલું જ નહીં ટાટા સ્ટીલ અને ટાઈટન કંપની લિમિટેડના ઉપાધ્યક્ષના રૂપમાં કામ કરે છે. એ સિવાય ટાટા ઇકોસિસ્ટમ સાથે તેમના ગાઢ સંબંધ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp