નવેમ્બર મહિનાની શરૂઆત જ રજાઓ સાથે થઈ હતી. ઘણા તહેવારોના કારણે ઘણી રજાઓ હતી. ડિસેમ્બર મહિનામાં પણ બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. જેના કારણે બેંકો બંધ રહેશે. ડિસેમ્બરમાં બેંકો 17 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓમાં રવિવાર અને શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.
ડિસેમ્બરમાં બેંકો 17 દિવસ માટે બંધ રહેવાની છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ગ્રાહકો ઈચ્છે તો તેમનું કામ ઓનલાઈન પૂર્ણ કરી શકે છે. આ સિવાય બેંક જવા અગાઉ બેંકની રજાઓનું લિસ્ટ ચોક્કસપણે તપાસ કરી લેજો, જેથી તમને પછીથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
1 ડિસેમ્બર 2024 - આ દિવસ વિશ્વ એઇડ્સ દિવસ છે, જેના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
3 ડિસેમ્બર 2024 - સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરને કારણે ગોવામાં બેંકો બંધ રહેશે.
8 ડિસેમ્બર 2024 - રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
10 ડિસેમ્બર 2024 - માનવ અધિકાર દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
11 ડિસેમ્બર 2024 - યુનિસેફના સ્થાપના દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
14 ડિસેમ્બર 2024 - મહિનાનો બીજો શનિવાર હોવાથી, બેંકો દેશભરમાં બંધ રહેશે.
15 ડિસેમ્બર 2024 - રવિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે.
18 ડિસેમ્બર 2024 - ગુરુ ઘાસીદાસ જયંતિના કારણે ચંદીગઢમાં બેંકો બંધ રહેશે.
19 ડિસેમ્બર 2024 - ગોવા મુક્તિ દિવસના કારણે, ફક્ત ગોવામાં બેંક રજાઓ રહેશે.
24 ડિસેમ્બર 2024 - નાતાલના અગામી દિવસે અને ગુરુ તેગ બહાદુરના શહીદ દિવસના કારણે પંજાબ, ચંદીગઢ, મિઝોરમ અને મેઘાલયમાં બેંકો બંધ રહેશે.
25 ડિસેમ્બર 2024 - ક્રિસમસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
26 ડિસેમ્બર 2024- બોક્સિંગ ડે અને ક્વાન્ઝાના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
28 ડિસેમ્બર 2024 - મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે.
29 ડિસેમ્બર 2024 - રવિવારે દેશભરની બેંકો બંધ રહેશે.
30 ડિસેમ્બર 2024 - સિક્કિમમાં તમુ લોસરને કારણે તમામ બેંકોમાં રજા રહેશે.
31 ડિસેમ્બર 2024 - મિઝોરમમાં તમામ બેંકો નવા વર્ષને કારણે બંધ રહેશે.