સરકારી IPO કરાવશે જોરદાર ફાયદો, GMP કરી રહ્યો છે ઈશારો, દાવ લગાવવાનો આજે અંતિમ અવસર
સરકારી કંપની ઇન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IDERA)ના શેર જોરદાર ફાયદો કરાવી શકે છે. મિનિ રત્ન કંપની IDERAના IPOની જબરદસ્ત ડિમાન્ડ છે. IDERAનો IPO શરૂઆતી 2 દિવસમાં જ ફૂલ થઈ ગયો છે. કંપનીનો IPO ધમાલ મચાવી રહ્યો છે. IDERAના શેર ગ્રે માર્કેટમાં 30 ટકાથી વધુના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. કંપનીના IPO પર દાવ લગાવવાનો અવસર પણ બચેલો છે. IDERAનો IPO 23 નવેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લો છે.
IDERAના IPOની પ્રાઇઝ બેન્ડ 30-32 રૂપિયા છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 10 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. IPOમાં IDERAના શેર જો 32 રૂપિયા અપર પ્રાઇઝ બેન્ડ પર અલોટ થાય છે તો કંપનીના શેર 42 રૂપિયાની રેન્જમાં લિસ્ટ થઈ શકે છે. જે રોકાણકારોને IPOમાં શેર અલોટ થશે, તે લિસ્ટિંગવાળા દિવસે 30 ટકાથી વધુના ફાયદાની આશા રાખી શકે છે.
સરકારી કંપની IDERAનો IPO શરૂઆતી 2 દિવસમાં જ ટોટલ 4.59 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. કંપનીના IPOનો રિટેલ કોટા 4.32 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. તો નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NIL) કોટા 7.76 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. જ્યારે IPO ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો કોટા 2.69 ગણો સબ્સક્રાઇબ થયો છે. કંપનીના IPOમાં એમ્પ્લોયઝનો કોટ 5.01 ગણો સબ્સક્રાઇબ થયો છે. કંપનીના IPOના સબ્સક્રિપ્શનનો 23 નવેમ્બરે અંતિમ દિવસ છે.
IDERAના શેર 4 ડિસેમ્બર 2023ના રોજ એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. સરકારી કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં લિસ્ટ થશે. કંપનીના IPOમાં રિટેલ ઈન્વેસ્ટર્સ ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 13 લોટ માટે દાવ લગાવી શકે છે. IPOના એક લોટમાં 460 શેર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp