25 કિગ્રા કે 25 લિટરથી વધારે વજનની પેકેજ્ડ ખાદ્ય સામગ્રી પર નહીં લાગે GST
જીએસટી કાઉન્સિલના (GST Council) નિર્ણય પ્રમાણે આજથી એટલે કે, 18મી જુલાઈથી લોટ, દહીં, પનીર, હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો અને સેવાઓ ઉપર 5 ટકા જીએસટી લાગુ થઈ ગયો છે. આ કારણે આજથી આ વસ્તુઓની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળશે.
સીબીઆઈસીના કહેવા પ્રમાણે 25 કિગ્રા સુધીનું વજન ધરાવતા લોટ, દાળ, ચોખા કે કોઈ પણ અનાજના સિંગલ પેકિંગને લેબલ્ડ પ્રોડક્ટ માનવામાં આવશે અને તેના ઉપર 5 ટકા જીએસટી લાગુ થશે. અત્યાર સુધી આ વસ્તુઓમાં ટેક્સ છૂટ મળતી હતી.
પરંતુ 25 કિગ્રાથી વધારે વજન ધરાવતા લોટ, ચોખા કે અન્ય સામગ્રીના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે. લોકોની ચિંતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રી-પેક્ડ અને લેબલ્ડ કોમોડિટીની કેટેગરી અંગે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે, 25 કિગ્રાથી વધારે વજનના લોટ, ચોખા, દાળ કે અન્ય અનાજના પેકેટને આ કેટેગરીમાં નહીં ગણવામાં આવે. આ કારણે આ પ્રકારના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે.
સરળતાથી સમજીએ તો છૂટક વેચાણ માટેની 25 કિગ્રા વજનની લોટની થેલી કે બોરી ઉપર 5 ટકા જીએસટી લાગશે અને ગ્રાહકે તે મુજબ પૈસા ચુકવવા પડશે. પરંતુ જો ગ્રાહક લોટની 30 કિગ્રા વજનની બોરી કે પેકેટ ખરીદશે તો તેના પર કોઈ જ જીએસટી નહીં લાગે.
પરંતુ જો કોઈ પ્રોડક્ટનું વજન 25 કિગ્રાથી વધારે છે પણ તે સિંગલ પેકમાં નથી. તો પણ 5 ટકાનો જીએસટી ચુકવવો પડશે. મતલબ કે, 10-10 કિલોના 3 પેકેટ હોય તો કુલ વજન 30 કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે જીએસટી ભરવો પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp